Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અભદ્ર ટિપ્પણી કરનાર રાજ્યસભાના સુરક્ષા અધિકારીને પદચ્યુત કરાયો

ઉરજુલ હસનને રાજકીય તટસ્થતા નહીં રાખવા અને નિયમોનું પાલન નહીં કરવા બદલ પદચ્યુત કર્યા

નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદી વિશે સોશિયલ મિડિયામાં અપમાનજનક ટિપ્પણી કરનાર રાજ્યસભાના એક સુરક્ષા અધિકારીની સામે કાર્યવાહી કરતા તેન પદચ્યુત કરાયો છે, રાજ્યસભા સચિવાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશમાં રાજ્યસભાના ઉપનિર્દેશક (સુરક્ષા) ઉરજુલ હસનને રાજકીય તટસ્થતા નહીં રાખવા બદલ અને નિયમોનું પાલન નહીં કરવા બદલ પદચ્યુત કરવામાં આવ્યો હતો. હસન સામે આ મામલે નોંધાયેલી ફરિયાદને આધારે પ્રાથમિક તપાસ પછી તેને નિલંબિત કરવામાં આવ્યો હતો.

હસનની સામે રાજકીય ગતિવિધિઓથી સંકળાયેલી કેટલીક પોસ્ટ સોશિયલ મિડિયામાં ફરતી પર કરવાનો આરોપ છે. રાજ્યસભા સચિવાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ નિયમો હેઠળ કાર્યવાહી કરતમાં હસનને પાંચ વર્ષ માટે નિમ્ન શ્રેણી (લોઅર ગ્રેડ)ના સુરક્ષા અધિકારી તરીકે કામ કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ સમયગાળામાં તેને પગારમાં વાર્ષિક વધારાના લાભથી વંચિત રહેવું પડશે.

હસને વડા પ્રધાન સિવાય કેટલાક કેન્દ્રીય પ્રધાનો અને રાજ્યોના મુખ્ય પ્રધાનોની સામે સોશિયલ મિડિયા પર અપમાનજનક ટિપ્પણીઓ કરવાનો આરોપ છે. આ મામલામાં હસનની સામે રાઝ્યસભા સેવા નિયમ 1957 અને કેન્દ્રીય લોક સેવા (આચરણ) નિયમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.

(2:17 pm IST)
  • જીત્યા જરૂર છીએ પણ ઈવીએમની વિશ્વસનીયતા ઉપર ચોક્કસ સવાલ છે : જે દેશમાંથી ઈવીએમ મશીન આવે છે તે દેશમાં ખુદ બેલેટ પેપરથી મતદાન થાય છે : ભાજપએ ચૂંટણીના અંતિમ દિવસ સુધી લોકોને ગંગાજળના કસમ ખવડાવી હિન્દુત્વની રાજનીતિ અપનાવી હતી : આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજ access_time 7:46 pm IST

  • આવતીકાલ 14 ફેબ્રુઆરીના રોજ પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના જન્મદિવસ નિમિતે સરકારની ભેટ : પ્રવાસી ભારતીય ભવનનું નામ સુષ્મા સ્વરાજ ભવન રાખ્યું : વિદેશ સેવા સંસ્થાનનું નામ સુષ્મા સ્વરાજ વિદેશ સેવા સંસ્થાન રાખ્યું : બંને ભવનો ઉપર બોર્ડ લગાવાઈ ગયા access_time 8:05 pm IST

  • ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધી પદયાત્રાઃ ભાજપ નેતા અલ્પેશ ઠાકોરની સરકારને ચીમકી : આશ્વાસન છતાં ૩ દિવસ વિત્યાઃ નિર્ણય નહિ લેવાય તો પદયાત્રા કરીશઃ ભાજપ નેતા અલ્પેશ ઠાકોરની સરકારને ચીમકીઃ સરકાર સામે ભાજપ નેતાએ બાયો ચઢાવીઃ ૪૮ કલાકમાં LRD પરિપત્ર રદ કરો. access_time 1:02 pm IST