Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

એએમયુમાં ભડકાઉ નિવેદન આપવા મુદ્દે ગોરખપુરના ડો.કફીલખાનની મુશ્કેલી વધી : રાસુકા હેઠળ કાર્યવાહી

નવી દિલ્હી : યોગી સરકાર દ્વારા અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (એએમયુ)માં ભડકાઉ નિવેદનો આપવા બદલ ગોરખપુરના ડૉ. કફિલ ખાન સામે મોટી કાર્યવાહી કરાઈ છે. ઉત્તર પ્રદેશ પોલીસ અને વહીવટી તંત્રે ડૉ. કફિલ ખાન વિરુદ્ધ રસુકા એટલે કે રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ હેઠળ કાર્યવાહી કરી છે. ડૉ. કફિલ ખાનને શુક્રવારે જામીન પર મુકત કરવાના હતા, પરંતુ રાસુકાને  કારણે તેમની મુશ્કેલીઓ ફરી વધી છે.

   ડૉ. કફિલ ખાન પર ગયા વર્ષે 12 ડિસેમ્બરે અલીગઢ મુસ્લિમ યુનિવર્સીટીમાં એમઆરસીના વિરુદ્ધ પ્રદર્શન દરમ્યાન ભડકાઉ ભાષણ દેવાનો આરોપ છે. જે માટે ઉત્તર પ્રદેશ સ્પેશીયલ ટાસ્ક દ્વારા તેને અટકાયતમાં લેવામાં આવ્યો હતો. ડૉ. કફિલ ખાનને અટકાયતમાં લેવા માટે યુપી એસટીએફ લગાવવા પર પણ સવાલો ઉઠ્યા છે. પોલીસના કહેવા અનુસાર ન્યાયીક પ્રક્રિયાની અંદર જ કફિલની ધરપકડ કરવામાં આવી હતી.

જોકે કફિલનું કહેવું છે કે તેને ગોરખપુરના બાળકોની મોતના મામલામાં ક્લિન ચીટ આપવામાં આવી હતી. હવે ફરી તેને આરોપી બનાવવાની કોશીશ કરાઈ રહી છે.મહારાષ્ટ્ર સરકારને મારો અનુરોધ છે કે મને મહારાષ્ટ્રમાં જ રહેવા દો. મને ઉત્તર પ્રદેશ પોલીસ પર ભરોસો નથી.

(1:31 pm IST)