Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

કોરોના વાયરસનો કહેર : ચીનમાં મૃત્યુઆંક 1500ને પાર પહોંચ્યો : 65 હજારથી વધુ લોકો અસરગ્રસ્ત : જાપાનમાં પણ વૃધ્ધાનું મોત

ચીન પછી હોંગકોંગ, ફિલીપિન્સ અને હવે જાપાનમાં મોતનો મામલો સામે આવ્યો

નવી દિલ્હી : કોરોના વાયરસનો કહેર રોદ્ર સ્વરૂપ ધારણ કરી રહયો છે ચીનમાંથી શરૂ થયો કોરોના વાયરસનાં દ્વારા મોતનો તાંડવ હવે દુનિયાનાં ઘણા દેશમાં દેખાઈ રહ્યો છે.  કોરોનાના કારણે જાપાનમાં પ્રથમ મોતનો મામલે સામે આવ્યો છે. જાપાનનાં સ્વાસ્થ્ય મંત્રીએ પુષ્ટી કરી છે કે ત્યાં એક 80 વર્ષની વૃદ્ધ મહિલાની કોરોના વાયરસનાં કારણે મોત થઈ છે. જ્યારે ચીનમાં મોતનો આંકડો સતત પણે વધી રહ્યો છે. કોરોનાનાં કારણે ચીનમાં આંકડો 1500ને પાર પહોંચ્યો છે. કોરોના વિશ્વનાં અન્ય દેશોમાં પણ રુદ્ધ સ્વરૂપ લઈ રહ્યું છે, ચીન પછી હોંગકોંગ, ફિલીપિન્સ અને હવે જાપાનમાં મોતનો મામલો સામે આવ્યો છે.

ત્યારે જાપાનનાં યોકોહામા તટ પર પાર્ક કરાયેલા ડાયમંડ પ્રિન્સેસ ક્રૂઝ પર કોરોનાનાં નવા 28 મામલાઓ સામે આવ્યા છે, ત્યારે આ સાથે ક્રૂઝ પર કુલ 218 મામલાઓ સામે આવી ચૂક્યા છે. સાથે ક્રૂઝમાં ફરજ પર હાજર કેટલાક અધિકારીઓ પણ ચેપગ્રસ્ત છે.

આ ક્રૂઝ પર કુલ 3711 યાત્રીઓ છેલ્લા એક અઠવાડીયાથી ફસાયેલા છે. સાથે ગંભીર બાબત એ છે કે આ ક્રૂઝ પર 138 ભારતીય નાગરીકો પણ ફસાયેલા છે. જેમાં બે ભારતીયોમાં કોરોના પોઝીટીવ આવ્યો છે. ત્યારે આ સમગ્ર મામલે ભારતીય એમ્બેસી જાપાન સરકારનાં સતત સંપર્કમાં છે.

ચીનમાં કોરોનાથી ચેપગ્રસ્ત લોકોનો આંકડો 65 હજાર પાર પહોંચી છે. ત્યારે આ જીવલેણ બીમારીની અસર બાર્સિલોનામાં મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ પર પડી છે. 24થી27 ફ્રેબ્રુઆરી સુધી આયોજીત આ પ્રોગ્રામને અનિશ્ચિત કાળ સુધી રદ કરીદેવામાં આવી છે

(1:20 pm IST)