Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

હૈદરાબાદ નિઝામના બ્રિટનની બેંકમાં પડેલા કરોડો રૂપિયા છુટા થયા : 70 વર્ષથી ચાલતા કેસનો સુખદ અંજામ : કોર્ટએ ભારતીય હાઈ કિમશનને 35 મિલિયન પાઉન્ડ ( અંદાજે 325 કરોડ રૂપિયા ) સોંપી દીધા

લંડન : બ્રિટનની કોર્ટમાં છેલ્લા 70 વર્ષથી ચાલતા હૈદરાબાદના નિઝામના નાણાંના કેસનો સુખદ અંજામ આવ્યો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

પ્રાપ્ત વિગત મુજબ હૈદરાબાદના નિઝામના 1 મિલિયન પાઉન્ડ 20 સપ્ટેમ્બર 1948 ના રોજ બ્રિટનની બેંકમાં  જમા હતા જે રકમ વ્યાજ સહિત ગંજાવર થઇ ગઈ હતી તેના  ઉપર પાકિસ્તાને પણ હક્ક લગાવ્યો હતો જેથી આ રકમ 6 વર્ષ પહેલા બેંકે કોર્ટમાં જમા કરાવી દીધી હતી જે ચુકાદો આવી જતા કોર્ટએ ભારતીય હાઈ કમિશ્નરને સોંપી દીધી છે તે ન્યુદિલ્હી મોકલી દેવાશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(1:01 pm IST)