Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

ભાજપના ૧૧૬, કોંગ્રેસના ૨૯ સાંસદો કલંકિત, દેશના ૪૩ ટકા સાંસદો કલંકિત

નવીદિલ્હીઃ સુપ્રીમ કોર્ટ દ્વારા કલંકિત ઉમેદવારોની વિગતો બહાર પાડવાનો આદેશ આપતા દેશ માટે અત્યંત મહત્વનું પગલું ભર્યું છે. જો કે હાલ દેશની લોકસભામાં બાવન પૈકી ૨૯ સાંસદો સામે અપરાધિત કેસો છે. આ ઉપરાંત બીએસપીના ૧૦માંથી પાંચ, જેડીયુના ૧૬માંથી ૧૩, તૃણમુલ કોંગ્રેસના ૨૨માંથી ૯, એનસીપીના ત્રણમાંથી બે સાંસદો સામે અપરાધિક કેસો થયેલા છે. ઉપરાંત દેશની સંસદમાં કુલ ૫૪૨ સાંસદોમાંથી  ૨૩૩ સાંસદો સામે અપરાધિક કેસો થયેલા છે અને તેમાંથી ૧૫૯ સાંસદો સામે હત્યા, દુષ્કર્મ અને અપહરણ જેવા ગંભીર અપરાધિક કેસો દાખલ થયા છે.

(11:27 am IST)
  • " નિર્ભયા કેસ " : સુપ્રીમ કોર્ટમાં સુનાવણી વખતે જસ્ટિસ સુશ્રી આર ભાનુમતી બેહોશ : અચાનક તબિયત બગડતા સુનાવણી મુલતવી access_time 7:37 pm IST

  • જીત્યા જરૂર છીએ પણ ઈવીએમની વિશ્વસનીયતા ઉપર ચોક્કસ સવાલ છે : જે દેશમાંથી ઈવીએમ મશીન આવે છે તે દેશમાં ખુદ બેલેટ પેપરથી મતદાન થાય છે : ભાજપએ ચૂંટણીના અંતિમ દિવસ સુધી લોકોને ગંગાજળના કસમ ખવડાવી હિન્દુત્વની રાજનીતિ અપનાવી હતી : આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજ access_time 7:46 pm IST

  • જમ્મુ કાશ્મીરની સ્થિતિ બિલકુલ નોર્મલ છે : જેને જવું હોય તે સપરિવાર જઈ શકે છે : યશવંત સિંહા અને અરુણ શૌરી પણ જઈ આવ્યા છે : ગૃહમંત્રી અમિત શાહ access_time 9:05 pm IST