Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

નરેન્દ્ર મોદી ફાંસીવાદી છેઃ જાવેદ અખ્તર

તેઓના માથે શિંગડા થોડા હોય છે

મુંબઇ, તા.૧૪: પ્રખ્યાત સક્રીનરાઇટર અને લેખક જાવેદ અખ્તર મોદી સરકારની આલોચના કરતા રહ્યા છે પરંતુ પોતાના તાજેતરના એક ઇન્ટરવ્યુમાં પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા છે. અલ જજીરાની સાથે એક ઇન્ટરવ્યુમાં જાવેદ અખ્તર પ્રખ્યાત ફિલ્મમેકર મહેશ ભટ્ટની સાથે દેખાયા. આ ઇન્ટરવ્યુમાં તેમણે પીએમ મોદીને ફાસીવાદી કહ્યા છે.

જાવેદ અખ્તરને પૂછવામાં આવ્યું કે શું ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ફાસવાદી છે? તેના પર વાત કરતાં જાવેદે કહ્યું કે ચોક્કસ તેઓ છે. મારો મતલબ છે કે ફાસીવાદી લોકોના માથા પર શિંગડા થોડા હોય છે. ફાસીવાદ એક વિચાર છે. એક એવો વિચાર જેમાં લોકો પોતાનાને કોઇ સમુદાયથી શ્રેષ્ઠ સમજે છે અને પોતાની તમામ મુશ્કેલીઓનું જડ એ બીજા સમુદાયના લોકોને માને છે. જયારે તમે એક ખાસ સમુદાયના લોકોને નફરત કરવા લાગો છો તો તમ ફાસીવાદી થઇ જાય છે.

ત્યારબાદ ડાયરેકટર મહેશ ભટ્ટને પ્રશ્ન કરાયો. તેમને પૂછયું કે શું ભારત દેશ ખરેખર ઇસ્લમોફોબિક છે જેમકે દુનિયાભરના મુસ્લિમો દ્વારા આમ કહેવામાં આવી રહ્યું છે?

તેના પર વાત કરતાં મહેશ ભટ્ટે કહ્યું કે મને લાગે છે કે ઇસ્લામોફોબિયા ૯/૧૧ હુમલા બાદ ખૂબ જ તેજ થયો છે. તેની સાથે તેમણે કહ્યું કે મને લાગે છે કે આ ફોબિયા કયાંકને કયાંક ઉભો કરાયો છે કારણ કે એવું તો નથી કે દેશમાં કોઇ સામાન્ય વ્યકિત મુસ્લિમોથી આટલા ડરે છે. આપણે બધા લાંબા સમયથી સાથે રહીએ છીએ.

તેમણે આગળ કહ્યું કે મારા કહેવાનો મતલબ છે કે આ પ્રકારના ડરને ક્રાફટ કરાઇ રહ્યો છે સતત કોશિષો કરાઇ રહી છે લોકોમાં મુસ્લિમોને લઇ ડર બેસાડી શકાય. દરરોજ મીડિયાની કેટલીક ખાસ ચેનલો દ્વારા આ ડર ફેલાવામાં આવી રહ્યો છે અને મુસલમાનોને નફરત કરવાનું જ ભાજપની લાઇફલાઇન છે.

ઉલ્લેખનીય છે કે ૧૯૪૦ના દાયકામાં જર્મનીના તાનાશાહ હિટલર અને ઇટલીના તાનાશાહ મુસોલિનીની વિચારધારાને ફાસીવાત મનાતી હતી.

(10:04 am IST)