Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

પાકિસ્તાન ફફડી ઉઠયું

ભારત મોટી કાર્યવાહી કરે તેવી આશંકા

એર ડીફેન્સ ડીલ થતા ઉપડી બળતરા

ઇસ્લામાબાદ, તા.૧૪: ભારતે શું અમેરિકા સાથે ડિફેન્સ સિસ્ટમ માટે ડીલ કર્યાના રિપોર્ટ સામે આવ્યા કે પાકિસ્તાનને બળતરા થઇ રહ્યા છે. અગાઉ પણ જયારે રશિયા સાથે ડીલ કરી હતી ત્યારે પણ તેને પેટમાં દુખ્યુ હતું. આ બધાની વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવવાના છે તેને લઇ પણ ઉંચું-નીચું થઇ રહ્યું છે. પાકિસ્તાન અત્યારે ભારતથી ખૂબ ઝેરે બળી રહ્યું છે. ઝેરમાંને ઝેરમાં નિવેદનો પણ ભારત વિરૂદ્ઘ આપવામાંથી બાજ નથી આવતું.

પાકિસ્તાન ફરીથી તણાવમાં છે. તેને લાગે છે કે ભારત આવનારા થોડાંક દિવસોમાં મોટી કાર્યવાહી કરી શકે છે. પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવકતા આઇશા ફારૂકીએ પત્રકાર પરિષદમાં કહ્યું કે ઇમરાન ખાન સરકારને આ પ્રકારનો ડર છે. જો કે તેનું તેઓ નક્કર કારણ બતાવી શકયા નથી. ફારૂકીએ કહ્યું કે તુર્કીના રાષ્ટ્રપતિ રિસે તૈયપ અર્દોગાન પાકિસ્તાનની મુલાકાત પર છે, આ દરમ્યાન ભારત 'બિન જવાબદાર' કાર્યવાહી કરી શકે છે.

પાકિસ્તાનના પ્રવકતાએ ધમકી પણ આપી દીધી. ફારૂકીએ કહ્યું કે જો ભારત સરકારે આ પ્રકારની કોઇ કાર્યવાહી કરી તો પાકિસ્તાન તેનો માકુલ જવાબ આપશે. તેમણે કહ્યું કે તુર્કી કાશ્મીરના મુદ્દા પર પાકિસ્તાનના સ્ટેન્ડનું સમર્થન કરે છે, આ ભારતને પચતું નથી.

ફારૂકીએ ભારતથી બીજા એક ડરનો ખુલાસો કર્યો. આ અમેરિકાની સાથો સાથ એર ડિફેન્સ સિસ્ટમ પર થનાર ડીલથી છે. તેમણે કહ્યું કે મીડિયા રિપોર્ટસના મતે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને ૧.૮ અબજ ડોલરમાં એર ડિફેન્સ સિસ્ટમ વેચવાની મંજૂરી આપી દીધી છે જે ઠીક નથી. પાકિસ્તાનના મતે આનાથી દક્ષિણ એશિયામાં હથિયારોની હોડ શરૂ થઇ શકે છે.

આની પહેલાં રૂસની સાથે પણ ભારતે S-400 મિસાઇલ સિસ્ટમની ડીલ કરી છે. તેના પર અમેરિકાએ આપત્તિ વ્યકત કરી હતી પરંતુ મોદી સરકાર ટસથી મસ થઇ નથી. રૂસે આ સોદો તુર્કીની સાથે પણ કર્યો છે. ભારતે આ પ્રણાલી માટે રૂસને ૬૦૦૦ કરોડનો પહેલો હપ્તો પણ ચૂકવી દીધો છે અને હવે તેઓ કોઇપણ વિલંબ વગર પોતાના ખેમામાં સામેલ કરવા માંગે છે. આ મિસાઇલ સિસ્ટમ ૩૮૦ કિલોમીટરની રેન્જમાં જેટ્સ, જાસૂસી પ્લેન, મિસાઇલ અને ડ્રોન્સની નિશાનદેહી ટ્રેંકને નષ્ટ કરી શકે છે. ૪૦૦૦૦ કરોડ રૂપિયાનો આ સોદો દુનિયાની સૌથી મોટી ડિફેન્સ ડીલમાં સામેલ છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ ૨૪મી ફેબ્રુઆરીના રોજ ભારતના પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સાથે તેમના પ્રગાઢ સંબંધો પાકિસ્તાન માટે પરેશાનીનું મોટું કારણ છે. ટ્રમ્પ પ્રશાસને આતંકવાદના મુદ્દા પર પાકિસ્તાનને બરાબરનું ઘેર્યું છે. કંગાળિયતના ડરથી ફાઇનાન્સિયલ એકશન ટાસ્ક ફોર્સ (FAFT)ની શરતો પૂરી કરવા માટે પાકિસ્તાન જદ્દોજહદ કરી રહ્યું છે. બે દિવસ પહેલાં જ પાકિસ્તાનમાં આતંકવાદ રોધી કોર્ટે હાફિઝ મોહમ્મદ સઇદને પાંચ વર્ષની સજા સંભળાવી છે. સઇદ મુંબઇ હુમલાનો માસ્ટરમાઇન્ડ છે. અમેરિકાએ કહ્યું કે પાકિસ્તાનને વધુ કાર્યવાહી કરવાની જરૂર છે.

(10:01 am IST)