Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

આદિત્ય-દિશાની "મલંગ" ફિલ્મ પર ભડક્યા ગોવાનાં મુખ્યમંત્રી પ્રમોદ સાવંત : કહ્યું- માત્ર ડ્રગ સ્ટેટ નથી

મલંગમાં રેવ પાર્ટી અને ડ્રગ કલ્ચર આ ફિલ્મની વાર્તાનો મહત્વપૂર્ણ ભાગ

મુંબઈ : મોહિત સુરીની ફિલ્મ મલંગ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. આદિત્ય રોય કપૂર અને દિશા પટની અભિનીત આ એક રોમાંચક ફિલ્મ છે અને આ ફિલ્મમાં ગોવાનું પાર્ટી કલ્ચર બતાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે. જો કે, આ ફિલ્મ રિલીઝ થયા પછી પણ વિવાદમાં આવી છે અને ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે ફિલ્મમાં બતાવવામાં આવેલી ડ્રગ્સ કલ્ચર સામે વાંધો ઉઠાવ્યો છે. મલંગમાં રેવ પાર્ટી અને ડ્રગ કલ્ચર આ ફિલ્મની વાર્તાનો મહત્વપૂર્ણ ભાગ છે.

  ગોવાના સીએમ પ્રમોદ સાવંતને પૂછવામાં આવ્યું હતું કે શું તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ મલંગે રાજ્યની છબીને કલંકિત કરી છે? આ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે 'આ મુદ્દો મારા ધ્યાનમાં લેવાયો છે. ગોવાની એંટરટેનમેન્ટ સોસાયટી હવે ફિલ્મોની સમીક્ષા કરશે. જ્યારે આપણા રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની વ્યવસ્થા સારી છે અને આ સિવાય તેમાં સારી સુવિધાઓ છે, તો પછી આ રાજ્ય ફિલ્મોમાં કેમ બતાવવામાં આવ્યું છે જાણે કે આ રાજ્ય માત્ર ડ્રગ્સ રાજ્ય છે?

(12:43 am IST)