Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

કાશ્મીરના અલગાવવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીની ગંભીર સ્થિતિ અંગેની અફવા વચ્ચે કાશ્મીર ખીણની સુરક્ષાને લઈને હાઇએલર્ટ

નવી દિલ્હી : કાશ્મીરના અલગતાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાની(.૯૦)ની ગંભીર સ્થિતિ અંગેની અફવાઓ વચ્ચે કાશ્મીર ખીણની સુરક્ષાને હાઈ એલર્ટ પર મુકવામાં આવી છે

 . મોડી રાત્રે ઓલ પાર્ટીઝ હુર્રિયત (સ્વતંત્રતા) કોન્ફરન્સ મુઝફ્ફરાબાદ (પાકિસ્તાન દ્વારા કબજે કરેલા જમ્મુ-કાશ્મીર) માં 'ઇમરજન્સી' નિવેદન બહાર પાડ્યું હતું, જેમાંએમ કહેવામાં આવ્યું છે કે શ્રીનગર, ઇદગાહખાતે તમામ ઈમામો અને લોકો અંતિમ સંસ્કાર માટે એકઠા થાય.

  બીજી તરફ, નવી દિલ્હીના સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે ગિલાનીની તબિયત ગંભીર છે પરંતુ સ્થિર છે. હુર્રિયતે જાહેરાત કરી છે કે ગિલાનીએ તાજેતરમાં શ્રીનગર ઇદગાહના મજાર -શહાદામાં પોતાને દફનાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

(11:57 pm IST)
  • જમ્મુ કાશ્મીરની સ્થિતિ બિલકુલ નોર્મલ છે : જેને જવું હોય તે સપરિવાર જઈ શકે છે : યશવંત સિંહા અને અરુણ શૌરી પણ જઈ આવ્યા છે : ગૃહમંત્રી અમિત શાહ access_time 9:05 pm IST

  • પૂ.ગુરૂદેવની તબિયત ફરી લથડી : આઈસીયુમાં પુનઃ દાખલ : સાંજે લાઈવ દર્શન નહિં : પૂ. હરિચરણદાસજી બાપુની તબિયત ફરી બગડી હોવાનું જાણવા મળે છે : તેઓને ફરીથી આઈસીયુમાં લઈ જવાયા છે : ઉલ્લેખનીય છે કે પૂ.ગુરૂદેવનું થાપાનું ઓપરેશન કર્યા બાદ તેઓની તબિયત ઘણી સારી હતી : આજે બપોરે તેઓની તબિયત બગડી હતી : આજે સાંજે વોકહાર્ટ હોસ્પિટલના ટીવી સ્ક્રીન ઉપર તેઓના લાઈવ દર્શન નિહાળી શકાશે નહિં : આ લખાય છે ત્યારે તેઓની તબિયત સારી હોવાનું જાણવા મળે છે access_time 4:05 pm IST

  • હું મહારાષ્ટ્રની બહાર જવા માંગતો નથી : નોકરી આડે 2 વર્ષ બાકી છે તે દરમિયાન અન્ય રાજ્યમાં બદલી થતાં બોમ્બે હાઇકોર્ટ જજ શ્રી ધર્માધિકારીનું રાજીનામુ : રાષ્ટ્રપતિ દ્વારા મંજુર થવાનું બાકી access_time 8:06 pm IST