Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

કેન્દ્ર શાસિત જમ્મુ-કાશ્મીરમાં ૯ મેડીકલ કોલેજોને મંજુરીઃ ર એમ્સ પણ ખુલશે

કેન્દ્ર શાસિત પ્રદેશ  રાજય જમ્મુ અને કાશ્મીરમા બે અલગ અલગ એમ્સ ખોલવામા આવશે. આમાંથી એક એમ્સ જમ્મુમા હશે અને બીજી કાશ્મીરમા કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાને લઇ જમ્મુના સામ્બા જિલ્લામા  આવેલ વિજયપુરમાં એમ્સ ખોલવાના પ્રસ્તાવને મંજુરી આપી ચૂકી છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારનુ સ્વાસ્થ્ય મંત્રાલય જમ્મુ અને કાશ્મીરમા નવી મેડકલ કોલેજ ખોલવા જઇ રહી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે ૩ ફેબ્રુઆરીના જમ્મુમા  એમ્સની આધારશિલા રાખી હતી. અનુમાનિત ૧૬૬૧ કરોડ રુપિયાની લાગતવાળી આ પરિયોજના સીપીડબલ્યુડી દ્વારા કાર્યાન્વીત થઇ રહી છે. આ પરિયોજના ર૦રર સુધીમા પુરી થઇ જવાનુ અનુમાન છે.  ૭પ૦ પથારીવાળી  હોસ્પિટલ બનશે. જમ્મુ એમ્સમા એક મેડીકલ કોલેજ ઉપરાંત એક નર્સિગ કોલેજ પણ હશે.  કેન્દ્રીય રાજયમંત્રી જીતેન્દ્રસિંહએ જમ્મુ એમ્સનુ ગુરુવારના ભૂમિપૂજન કર્યુ.

(11:49 pm IST)
  • ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધી પદયાત્રાઃ ભાજપ નેતા અલ્પેશ ઠાકોરની સરકારને ચીમકી : આશ્વાસન છતાં ૩ દિવસ વિત્યાઃ નિર્ણય નહિ લેવાય તો પદયાત્રા કરીશઃ ભાજપ નેતા અલ્પેશ ઠાકોરની સરકારને ચીમકીઃ સરકાર સામે ભાજપ નેતાએ બાયો ચઢાવીઃ ૪૮ કલાકમાં LRD પરિપત્ર રદ કરો. access_time 1:02 pm IST

  • જીત્યા જરૂર છીએ પણ ઈવીએમની વિશ્વસનીયતા ઉપર ચોક્કસ સવાલ છે : જે દેશમાંથી ઈવીએમ મશીન આવે છે તે દેશમાં ખુદ બેલેટ પેપરથી મતદાન થાય છે : ભાજપએ ચૂંટણીના અંતિમ દિવસ સુધી લોકોને ગંગાજળના કસમ ખવડાવી હિન્દુત્વની રાજનીતિ અપનાવી હતી : આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજ access_time 7:46 pm IST

  • આવતીકાલ 14 ફેબ્રુઆરીના રોજ પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના જન્મદિવસ નિમિતે સરકારની ભેટ : પ્રવાસી ભારતીય ભવનનું નામ સુષ્મા સ્વરાજ ભવન રાખ્યું : વિદેશ સેવા સંસ્થાનનું નામ સુષ્મા સ્વરાજ વિદેશ સેવા સંસ્થાન રાખ્યું : બંને ભવનો ઉપર બોર્ડ લગાવાઈ ગયા access_time 8:05 pm IST