Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય : ડબ્બાવાળાઓને ઘર આપશે, લાભાર્થીઓમાં આનંદની લહેર

મહારાષ્ટ્રના મોટા સમાચાર મહારાષ્ટ્ર સરકાર મુંબઇના ડબ્બાવાળાઓને આવનારા દિવસોમાં  ઘર આપવા જઇ રહી છે.  ગુરુવારના મહારાષ્ટ્ર સરકારના ડેપ્યૂટી સીએમ અજીતપવારએ સંબોધિત વિભાગો અને અધિકારીઓને જલ્દીથી જલ્દી પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઇ મુંબઇના ડબ્બાવાળાઓને માટે ઘર ઉપલબ્ધ કરાવવાનો આદેશ કર્યો છે.

સૂત્રોથી મળેલી જાણકારી અનુસાર મુંબઇમાં લગભગ સાડાચારથી પાંચ હજાર ડબ્બાવાળા છે. ખુદ અજીત પવાર પણ આ વિસ્તારથી ચંૂટાઇને આવે છે.

(10:59 pm IST)
  • જીત્યા જરૂર છીએ પણ ઈવીએમની વિશ્વસનીયતા ઉપર ચોક્કસ સવાલ છે : જે દેશમાંથી ઈવીએમ મશીન આવે છે તે દેશમાં ખુદ બેલેટ પેપરથી મતદાન થાય છે : ભાજપએ ચૂંટણીના અંતિમ દિવસ સુધી લોકોને ગંગાજળના કસમ ખવડાવી હિન્દુત્વની રાજનીતિ અપનાવી હતી : આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજ access_time 7:46 pm IST

  • પૂ.ગુરૂદેવની તબિયત ફરી લથડી : આઈસીયુમાં પુનઃ દાખલ : સાંજે લાઈવ દર્શન નહિં : પૂ. હરિચરણદાસજી બાપુની તબિયત ફરી બગડી હોવાનું જાણવા મળે છે : તેઓને ફરીથી આઈસીયુમાં લઈ જવાયા છે : ઉલ્લેખનીય છે કે પૂ.ગુરૂદેવનું થાપાનું ઓપરેશન કર્યા બાદ તેઓની તબિયત ઘણી સારી હતી : આજે બપોરે તેઓની તબિયત બગડી હતી : આજે સાંજે વોકહાર્ટ હોસ્પિટલના ટીવી સ્ક્રીન ઉપર તેઓના લાઈવ દર્શન નિહાળી શકાશે નહિં : આ લખાય છે ત્યારે તેઓની તબિયત સારી હોવાનું જાણવા મળે છે access_time 4:05 pm IST

  • મુંબઈમાં ટિફિન સેવા આપતા ડબ્બાવાળાઓને હવે મળશે ઘરનું ઘર : મહારાષ્ટ્ર મંત્રી મંડળમાં 5 હજાર જેટલા ડબ્બાવાળાઓને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન આપવાના પ્રસ્તાવને મંજૂરી : દરરોજ 2 લાખ જેટલા ટિફિન પહોંચાડવાની સેવાની કદર access_time 9:00 pm IST