Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

ઇન્ડિયન અમેરિકન યુવાન અમિશ પટેલને 13 વર્ષની જેલ : જાન્યુઆરી 2018 માં બેદરકારીથી ડ્રાંઇવિંગ કરી દંપતીનું મોત નિપજાવવાનો આરોપ હતો

ન્યુજર્સી : ઇન્ડિયન અમેરિકન યુવાન અમિશ પટેલને 13 વર્ષની જેલસજા થઇ છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે. જાન્યુઆરી 2018 માં બેદરકારીભર્યું  ડ્રાંઇવિંગ કરી દંપતીનું મોત નિપજાવવાનો તેના ઉપરનો આરોપ પુરવાર થતા તેને ઉપરોક્ત સજા ફરમાવાઈ છે.
પ્રાપ્ત વિગત મુજબ તે સ્પીડમાં કાર ચલાવી રહ્યો હતો ત્યારે રસ્તો ઓળંગવાની રાહ જોઈને ઉભેલી એક વાનને તેણે હડફેટમાં લઇ લીધી હતી પરિણામે વાન પાણીમાં પડતા અંદર બેઠેલા આધેડ દંપતીનું મોત નીપજ્યું હતું

(2:26 pm IST)
  • 16 ફેબ્રુઆરીના રોજ કેજરીવાલના શપથ સમારોહમાં ખાસ મહેમાન તરીકે " છોટા મફલરમેન " હાજરી આપશે : કેજરીવાલની જેમ જ સ્વેટર ,મફલર ,ચશ્માં ,મૂછ ,અને ટોપી પહેરી સુવિખ્યાત થયેલ અય્યાન તોમરની હાજરી સહુને મંત્રમુગ્ધ કરશે access_time 7:56 pm IST

  • પૂ.ગુરૂદેવની તબિયત ફરી લથડી : આઈસીયુમાં પુનઃ દાખલ : સાંજે લાઈવ દર્શન નહિં : પૂ. હરિચરણદાસજી બાપુની તબિયત ફરી બગડી હોવાનું જાણવા મળે છે : તેઓને ફરીથી આઈસીયુમાં લઈ જવાયા છે : ઉલ્લેખનીય છે કે પૂ.ગુરૂદેવનું થાપાનું ઓપરેશન કર્યા બાદ તેઓની તબિયત ઘણી સારી હતી : આજે બપોરે તેઓની તબિયત બગડી હતી : આજે સાંજે વોકહાર્ટ હોસ્પિટલના ટીવી સ્ક્રીન ઉપર તેઓના લાઈવ દર્શન નિહાળી શકાશે નહિં : આ લખાય છે ત્યારે તેઓની તબિયત સારી હોવાનું જાણવા મળે છે access_time 4:05 pm IST

  • મુંબઈમાં ટિફિન સેવા આપતા ડબ્બાવાળાઓને હવે મળશે ઘરનું ઘર : મહારાષ્ટ્ર મંત્રી મંડળમાં 5 હજાર જેટલા ડબ્બાવાળાઓને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન આપવાના પ્રસ્તાવને મંજૂરી : દરરોજ 2 લાખ જેટલા ટિફિન પહોંચાડવાની સેવાની કદર access_time 9:00 pm IST