Gujarati News

Gujarati News

News of Thursday, 14th February 2019

પુલવામાં સીઆરપીએફના કાફલા પર આતંકી હુમલાની જૈશ -એ મોહમ્મ્દએ સ્વીકારી :ટ્વીટર પર આતંકીનો ફોટો વાયરલ

આદિલ ડાર મોહમ્મદે ઘટના પહેલાં પોતાનો એક વીડિયો તૈયાર કર્યો હતો. આદિલ જેશનો ફિદાયીન હતો

નવી દિલ્હી :જમ્મૂ કાશ્મીરના પુલવામા ખાતે સીઆરપીએફના કાફલા પર મોટો આતંકી હુમલો થયો છે જેમાં 27 જવાનો શહીદ થયા છે CRPFના કાફલા પર થયેલા હુમલાની જવાબદારી આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદએ સ્વીકારી હતી.

  પ્રાપ્ત વિગતો મુજબ, જવાનો પર હુમલો કરનાર આતંકીનું નામ આદિલ ડાર મોહમ્મદ હોવાનું બહાર આવ્યું છે. ટ્વીટર પર આ આતંકીનો ફોટો પણ વાઇરલ થયો છે, જેમાં આદિલને હિરો દર્શાવવામાં આવ્યો છે. આદિલ ડાર મોહમ્મદે ઘટના પહેલાં પોતાનો એક વીડિયો તૈયાર કર્યો હતો. આદિલ જેશનો ફિદાયીન હુમલાખોર હતો અને તેણે આ આતંકવાદી હુમલાને અંજામ આપ્યો હતો.

(7:33 pm IST)