Gujarati News

Gujarati News

News of Thursday, 14th February 2019

રાજસ્થાનમાં ગુર્જર સહીત પાંચ અન્ય પછાતવર્ગને 5 ટકા અનામતનો પખરડો વિધાનસભામાં પસાર

સરકાર અને વિરોધ પક્ષના સભ્યોએ ધ્વનિમત સાથે આ ખરડાને કાયદાનું સ્વરૂપ આપ્યું

 

જયપુરઃ રાજસ્થાનમાં ઓબીસી અનામત સંશોધન ખરડો વિધાનસભામાં પસાર થયો છે સરકાર અને વિરોધ પક્ષના સભ્યોએ ધ્વનિમત સાથે ખરડાને કાયદાનું સ્વરૂપ આપ્યું હતું. હવે ગુર્જર સહિત પાંચ અન્ય પછાત વર્ગને અલગથી 5 ટકા અનામતનો લાભ મળશે સાથે સરકારે અતિ પછાત વર્ગને અનામતની જોગવાઈઓને બંધારણની 9મી અનુસૂચીમાં સામેલ કરવાનો સંકલ્પ પણ વિધાનસભામાં પસાર કરાવ્યો છે

  ગુર્જર આંદોલનકારીઓ દ્વારા 6 દિવસ સુધી રેલવેના પાટા પર આંદોલન ચલાવાયા બાદ સરકારે અન્ય પછાત વર્ગ અનામત સંશોધન ખરડો 2019 વિધાનસભામાં ધ્વનિમત સાથે પસાર કરાવી લીધો છે. પ્રભારી મંત્રી બી.ડી. કલ્લાએ જ્યારે ગૃહમાં બિલ રજૂ કર્યું ત્યારે વિરોધ પક્ષ દ્વારા તેની સામે સવાલ ઉઠાવાયા હતા.

  વિરોધ પક્ષના નેતા ગુલાબચંદ કટારિયાએ સમગ્ર પ્રક્રિયા અને કવાયતને ઔચિત્યહીન જણાવી હતી. તેમણે જણાવ્યું કે, જ્યાં સુધી બંધારણમાં સંશોધન તશે નહીં ત્યાં સુધી ગુર્જરો સહિત અન્ય પાંચ અતિ પછાત જાતિઓને અનામતનો ફાયદો મળવાનો નથી. જો, તે 50 ટકાના અંદર હશે તો યોગ્ય છે, નહીંતર 50 ટકાથી ઉપરની અનામત પરથી અદાલતી કાર્યવાહીમાં ફસાઈ જશે. 

(12:00 am IST)