Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

પશ્ચિમ બંગાળમાં પત્રકારો પર હુમલા મામલે હિન્દૂ સંહતિ ના ત્રણ કાર્યકરોની ધરપકડ

 

કોલકાતા :પશ્ચિમ બંગાળના કોલકાતામાં એક દક્ષિણપંથી હિન્દૂ સંગઠન ''હિન્દૂ સંહતિ ના ત્રણ કાર્યકર્તાઓની સંગઠનના 10મી વર્ષગાંઠ પર આયોજી કાર્યક્રમ દરમિયાન કથિત રૂપે પત્રકારો પર હુમલો કરવાના આરોપસર ધરપકદ કરાઈ છે

(11:07 pm IST)
  • દેશમાં આજે ઠેર-ઠેર થઈ રહ્યો છે વેલેન્ટાઇન-ડે નો વિરોધ : હૈદ્રાબાદમાં બજરંગ દળના કાર્યકર્તાઓએ પુતળા બાળ્યા : ચેન્નાઈમાં ભારત હિંદુ ફ્રન્ટ સંસ્થાએ વેલેન્ટાઇન-ડે ના વિરોધમાં કુતરા ને ગધેડાના લગ્ન કરાવ્યા : અમદાવાદમાં રીવરફ્રન્ટ પર બજરંગ દળના લોકો પ્રેમી યુગલો પાછળ લાકડી લઈને દોડ્યા : પટણામાં વેલેન્ટાઇન-ડે ના વિરોધમાં હિંદુ મહાસભાના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કરીને પુતળા સળગાવ્યા હતા. access_time 12:57 pm IST

  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વકીલે ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે તેણે પોર્ન સ્ટાર ડેનિયલ્સનું ઉર્ફે સ્ટેફની ફ્લિફોર્ડને પોતાના ખિસ્સામાંથી 1,30,000 ડોલર (રૂ.83 લાખ) આપ્યા હોવાની વાત સ્વીકારી છે. આ પોર્ન સ્ટાર પર 2006માં યુએસ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર કથિત રીતે જાતિય સંબંધ બનાવ્યા હતા. ટ્રમ્પના વકીલ માઈકલ કોહેને ધ ન્યૂ યોર્ક ટાઈમ્સને જણાવ્યું હતું કે તેમણે સ્ટોર્મી ડેનિયલ્સને ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશન કે ટ્રમ્પના પ્રચાર અભિયાનમાંથી કોઈ નાણાં આપ્યા નથી. access_time 1:27 am IST

  • ગાંધીનગરમાં આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક યોજાઈ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં જળસંકટ, આગામી બજેટ સત્ર ઉપરાંત વર્તમાન પરિસ્થિતિ સહિતના મુદ્દે ચર્ચા થઈ હતી. સાથે જ કેનેડાના પીએમ આગામી અઠવાડિયે ગુજરાત આવવાના હોઈ તે મુદ્દે પણ ચર્ચા થઈ હોવાનું જાણવા મળે છે. access_time 3:33 pm IST