Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

‘‘માનવ સેવા એજ પ્રભુ સેવા'': વિશ્વના જુદા દેશોના જંગલો, પર્વતો, બોર્ડર, તથા પછાત વિસ્‍તારોમાં વસતા જરૂરિયાતમંદ નાગરિકોની વહારે ઇન્‍ડિયન અમેરિકન ડો.ચંદ્રકાંત એમ.મોદીની ટીમઃ છેલ્લા ૨૦ વર્ષથી કાર્યરત નોનપ્રોફિટ ‘‘ફલાઇંગ ડોકટર્સ''ના નેજા હેઠળ, ડોકટરો,નર્સો, તથા મેડીકલ સ્‍ટુડન્‍ટસ દ્વારા પોતાના ખર્ચે મુસાફરી કરી જરૂરિયાતમંદ નાગરિકોને અપાઇ રહેલી વિનામુલ્‍યે આરોગ્‍ય સેવાઓઃ જય હો...

યુ.એસ.માં માનવ સેવા એજ પ્રભુ સેવાના ઉમદા ધ્‍યેય સાથે ઇન્‍ડિયન અમેરિકન ડો.ચંદ્રકાંત એમ.મોદી હિન્‍દુ સંસ્‍કૃતિને ઉજાગર કરી રહ્યા છે તથા પિતાનું સ્‍વપ્‍ન પૂર્ણ કરી  રહ્યા છે નોનપ્રોફિટ ‘ફલાઇંગ ડોકટર્સ' ના ઉપક્રમે શ્રી મોદી તથા તેમની ટીમ કે જેમાં અન્‍ય ડોકટરો, નર્સો તથા મેડીકલ સ્‍ટુડન્‍ટસ શામેલ હોય છે તેઆ જુદા જુદા દેશોના જંગલ  વિસ્‍તાર, બોર્ડર વિસ્‍તાર, તેમજ પછાત વિસ્‍તારોમાં વસતા જરૂરિયાતમંદ નાગરિકોને પોતાના ખર્ચે મુસાફરી કરી વિનામૂલ્‍યે આરોગ્‍ય સેવાઓ આપે છે.

છેલ્લા ૨૦ વર્ષથી ચાલતા આ અભિયાન અંતર્ગત ડો.મોદીની ટીમએ હૈતી, માડાગાસ્‍કર, એમેઝોન, પનામા, જોર્ડન તેમજ ભારત અને તિબેટની સરહદના ગ્રામ્‍ય અને પર્વતાળ વિસ્‍તારોમાં જઇ આરોગ્‍ય સેવાઓ આપી છે. તથા દર્દીઓ પાસેથી નાણા લેવાને બદલે તેમના આશિર્વાદ લીધા છે

આગામી દિવસોમાં આ ફલાઇંગ ડોકટર્સની ટીમ દ્વારા પયાના, ગુયાના, પેરૂ, સહિતના દેશોના જરૂરિયાતમંદ લોકોને આરોગ્‍ય સેવાઓનો લાભ આપવા ઉપરાંત બોલિવીઆ સહિતના દેશોની મહિલા જેલોમાં સેવાઓ આપવાનું નક્કી કરાયું છે  તેવું શ્રી સુરેશ તથા સુશ્રી ઉષા બોડીવાલીની યાદીમાં જણાવાયું છે.

(11:01 pm IST)