Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ આતંકી હાફિઝ સઇદ વિરુદ્ધ પાકિસ્તાનમાં કાર્યવાહી :મદ્રેસા અને હોસ્પિટલ સામે પગલાં

પેરિસમાં યોજાનાર બેઠકમાં પાકિસ્તાનને પોતાના વિરુદ્ધ મોટી કાર્યવાહીનો ભય : મની લોન્ડ્રીંગ અને આતંકવાદને ફંડિંગ આપવાવાળા દેશોની યાદીમાં ફરી મુકાવવાનો ડર

પાકિસ્તાને એકવાર ફરી આંતર રાષ્ટ્રીય દબાણ સામે ઝૂકીને મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઇદ વિરુદ્ધ કાર્યવાહી શરુ કરી છે પાકિસ્તાની મીડિયા અહેવાલ મુજબ હાફિઝ સઇદ સંચાલિત મદ્રેસા અને સ્વાસ્થ્ય કેન્દ્રો સામે પગલાં લેવાઈ રહ્યાં છે

  છેલ્લા મહિનામાં એક ઉચ્ચ સ્તરીય સંયુક્ત રાષ્ટ્ર દળે એ લોકો અને સમૂહો વિરુદ્ધ કાર્યવાહીની પ્રગતિ જોવા માટે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો જેના પર વિશ્વ સંસ્થાએ પ્રતિબંધ લગાવ્યો હતો પરંતુ હાફિઝ વિરુદ્ધ કાર્યવાહીનું અસલી કારણ પેરિસમાં થનાર ફાઇનૅશન્લ એક્શન ટાસ્ક ફોર્સની બેઠક છે જેમાં પાકિસ્તાનને પોતાના વિરુદ્ધ મોટી કાર્યવાહીનો ભય છે

પંજાબ સરકારના આદેશ બાદ રાવલપિંડીના જિલ્લા વહીવટીતંત્રે હાફિઝ સઈદથી સબંધિત જમાત ઉદ દાવા અને ફલાહ-એ-ઇન્સાનિયત દ્વારા સંચાલિત એક મદ્રેસા અને ચાર ડિસ્પેન્સરીને નિયંત્રણમાં લીધા છે

 ડોન અખબારના અહેવાલ મુજબ મદ્રેસાની જવાબદારી ઔકફને સોંપી દેવાઈ છે જે ધાર્મિક સપતિઓને નિયંત્રિત કરે છે અહેવાલ મુજબ પ્રાંતીય સરકારે ગત શુક્રવારે ઔકફ વિભાગને મદરેસાનું સંસાધન પોતાના હાથમાં લેવા આદેશ કર્યો હતો

  જિલ્લા વહીવટી તંત્રના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે પ્રાંતીય સરકારે રાવલપિંડીમાં ચાર મદ્રેસાની યાદી જિલ્લા વહીવટી તંત્રને સોંપી છે જિલ્લા પ્રશાસનની ટીમ આ મદ્રેસામાં ગઈ પરંતુ આ મદ્રેસા સાથે સબંધ હોવાનો ઇન્કાર કર્યો હતો અધિકારીએ જણાવ્યું કે સરકારે વિગતની તપાસ માટે જિલ્લા વહીવટીતંત્ર,પોલીસ અને ઔકફ વિભાગની સંયુક્ત ટીમની રચના કરી છે આવું જ અભિયાન અટક,ચકવાલ અને ઝેલમ જિલ્લામાં પણ ચલાવાશે

 પાકિસ્તાને આ પગલું એવા સમયે લીધું છે જયારે પેરિસમાં 18થી 23 ફેબ્રુઆરી સુધી ફાયનશનલ એક્શન ટાસ્ક ફોર્સની બેઠક થવા જઈ રહી છે અમેરિકા અને ભારત કોશિશ કરી રહ્યાં છે કે પાકિસ્તાનને  આંતર રાષ્ટ્રીય મની લોન્ડ્રીંગ અને આતંકવાદને ફંડિંગ આપવાવાળા દેશોની યાદીમાં સામેલ કરાઈ,આ યાદીમાં પાકિસ્તાનને છેલ્લી વખત ફેબ્રુઆરીમાં નાખી દીધું હતું અને ત્રણ વર્ષ આ યાદીમાં રાખ્યું હતું

(8:09 pm IST)