Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

૧૧,૫૦૦ કરોડના ફ્રોડ બાદ ૧૦ કર્મચારીઓ સસ્પેન્ડ થયા

કૌભાંડમાં સામેલ લોકોના નામ ગુપ્ત રખાય : સ્ટોક એક્સચેંજને માહિતી આપવામાં આવી છેઃ નિરવ મોદી સાથે કોઇ કનેક્શન છે કે કેમ તેને લઇ પણ ચર્ચાઓ

મુંબઈ, તા. ૧૪ : પંજાબ નેશનલ બેંક દેશની બીજી સૌથી મોટી સરકારી બેંક મુંબઈમાં તેની શાખાઓ પૈકીની એક શાખામાં ૧૧૫૦૦ કરોડથી વધુના ફ્રોડને લઇને આજે ચર્ચા  જોવા મળી રહી છે. આ સંદર્ભમાં અન્ય બેંકો ઉપર પણ તેની માઠી અસર થઇ શકે છે. પીએનબી દ્વારા ૧૦ અધિકારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે જેમાં બ્રાંચના ડેપ્યુટી મેનેજરનો સમાવેશ થાય છે. પીએનબી દ્વારા કૌભાંડમાં સામેલ રહેલા લોકોના નામ અને વિગતો હજુ સુધી જાહેર કરી નથી. જો કે, બેંક સમક્ષ દાખલ કરવામાં આવેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, ટ્રાન્ઝિક્શનના લીધે ચોક્કસ લોકોને ફાયદો થઇ રહ્યો હતો. સ્ટોક એક્સચેંજ સમક્ષ આપવામાં આવેલી માહિતીમાં પીએનબી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ફ્રોડના સંદર્ભમાં લો એન્ફોર્સમેન્ટ સંસ્થાઓ અને અન્ય તપાસ સંસ્થાઓને પુરતી માહિતી આપી દેવામાં આવી છે. ઇક્વિટી માર્કેટ ઉપર તેની સીધી અસર જોવા મળી રહી છે. ઇન્ટ્રા ડેના કારોબાર દરમિયાન તેના શેરમાં આઠ ટકાનો અને અંતે ૧૦ ટકાનો ઘટાડો રહ્યો હતો. ફ્રોડના સંદર્ભમાં અસર અંગે માહિતી આપવામાં આવી નથી. સરકારી બેંકો હાલમાં ખુબ જ મુશ્કેલ હાલતમાં છે. એનપીએને લઇને પહેલાથી જ બેંકોની હાલત કફોડી બનેલી છે. અબજોપતિ જ્વેલર નિરવ મોદી ૨૮૨ કરોડની છેતરપિંડી પીએનબી સાથે કરી ચુક્યા છે. આ બંને કેસો એકબીજા સાથે કનેક્શન ધરાવે છે કે કેમ તેમાં તપાસ ચાલી રહી છે.

(7:39 pm IST)