Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

આંખ મારવાનો સીન પ્રિયાએ એક જ ટેકમાં ઓકે કર્યો હતો

ઇન્ટરનેટની દુનિયામાં પ્રિયાની બોલબાલા : સેકન્ડોના વિડિયો ક્લિકથી વિશ્વભરમાં લોકપ્રિય થનાર પ્રિયા ત્રિશુર વિમલા કોલેજમાં ભણે છે : રિપોર્ટમાં દાવો

નવીદિલ્હી,તા. ૧૪ : વેલેન્ટાઇન ડેનો ક્રેઝ મલિયાલમ અભિનેત્રી પ્રિયા પ્રકાશ વારિયરે વધારી દીધો છે. ઇન્ટરનેટની દુનિયામાં આજે કોઇ એવી વ્યક્તિ હશે જે પ્રિયાના સ્કૂલી રોમાંસ વાળા વિડિયોને જોયા નહીં હશે. થોડાક સેકન્ડના આ ક્લીકથી પ્રિયા વિશ્વભરમાં છવાઈ ગઈ છે. પોતાના ઇન્ટરવ્યૂમાં પોતાના પસંદગીના બોલીવુડ કલાકારો ઉપરાંત પોતાના આંખ મારવાવાળા સીન ઉપર પણ પ્રિયાએ ચર્ચા કરી છે. પ્રિયા મલિયાલી ફિલ્મ ઓરુ અદાર લવથી ડેબ્યુ કરવા જઇ રહી છે. આ ફિલ્મ ત્રીજી માર્ચના દિવસે રજૂ થવા જઈ રહી છે. ૧૮ વર્ષીય પ્રિયાએ મિડિયા સાથે વાતચીત કરતા કહ્યું છે કે, ફિલ્મના અભિનેતા અને વિદ્યાર્થીના રોલમાં નજરે પડી રહેલા મોહમ્મદ રોશનને તે આંખ મારતી નજરે પડી રહી છે. પ્રિયાએ કહ્યું હતું કે, ડાયરેક્ટરે એવી સૂચના આપી હતી કે, લોકો આકર્ષિત થાય તે પ્રકારે આ સીન કરવાનો છે. ત્યારબાદ ઓન દ સ્પોટ આ સીન કરવામાં આવ્યો હતો. તેને કહેવામાં આવ્યું હતું કે, આંખ મારવાનો સીન છે. ત્યારબાદ તમામ બાબતો ઓકે કરવામાં આવી હતી. જેથી આ સીન ખુબ જ ફ્રેશ લાગે છે. તેનું કહેવું છે કે, જો આ સીનને બે ત્રણ ટેકમાં કરવામાં આવ્યો હોત તો સીનની ફ્રેશનેસ જતી રહી હોત. ૧૮ વર્ષય પ્રિયા કેરળના ત્રિશુરની નિવાસી છે. ત્રિશુરની વિમલા કોલેજમાં બીએ બીકોમમાં અભ્યાસ કરી રહી છે. તેનું કહેવું છે કે, તમામ ક્રેડિટ ઇન્ટરનેટને આપવા ઇચ્છુક છે. સોશિયલ મિડિયા ઉપર ટ્રેન્ડ કરાવ્યું ન હોત તો લોકો ઓળખી શક્યા ન હોત. તેનું કહેવું છે કે, યુવતીઓ પણ આંખ મારી શકે છે. તમામ ફન યુવકો જ કેમ કરે તેવો પ્રશ્ન પ્રિયાએ કર્યો છે. તેનું કહેવું છે કે, તે આ રોલ માટે માત્ર ઓડિશન આપવા માટે પહોંચી હતી. કોઇ ખાસ તૈયારી કરી ન હતી.

(7:37 pm IST)