Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

જમ્મુ-કાશ્મીર-હિમાલયમાં બરફવર્ષા થતા ઠંડા પવનનું જોર વધ્યું

રાજકોટઃ આજે સવારથી સર્વત્ર વાતાવરણમાં પલ્ટા સાથે પવનનું જોર વધતા ઠંડીની અસર વર્તાઇ રહી છે.

છેલ્લા ૨૪ કલાકથી રાજ્યમાં તીવ્ર ગતિથી પવન ફુંકાઈ રહ્યો છે અંદાજે ૧૩ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયો હતો. જેના કારણે ઠંડીનો ચમકારો પણ અનુભવાઈ રહ્યો છે. તેમજ આકાશમાં સતત વાદળછાયુ વાતાવરણ રહે છે. આજે વહેલી સવારે તીવ્ર પવન સાથે ગાઢ ધુમ્મસ પણ જોવા મળ્યુ હતું. જેના કરણે વહેલી સવારે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

ધુમ્મસના કારણે કેટલીક જગ્યાએ અકસ્માત સર્જાયો હોવાનુ પણ સામે આવ્યુ છે. આગામી એકથી બે દિવસ સુધી રાજ્યમાં ઠંડા પવનનો આતંક યથાવત રહે તેવી શક્યતા છે. જમ્મુ કાશ્મીર સહિત હિમાલયના વિસ્તારમાં છેલ્લા દિવસથી સતત બરફવર્ષા થઈ રહી છે. જેના કારણે ઠંડા પવનોનુ જોર વધ્યુ હોવાનુ મનાઈ રહ્યુ છે. દરમિયાન રાજ્યના લઘુત્તમ તાપમાનમાં વધારો થતા ઠંડીનુ પ્રમાણ ઘટ્યુ છે.

પરંતુ ઠંડા પવનોના કારણે મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડી અનુભવાય છે, જેના કારણે લોકોએ બેવડી ઋતુનો અનુભવ કરવો પડે છે. તેમજ સતત વાદળછાયા વાતાવરણના કારણે જીરુ, ઈસબગુલ, ઘઉં સહિતના રવિપાક પર પણ જોખમ ઉભુ થયુ છે.

(5:14 pm IST)
  • મહેસાણના બોપલમાં ૧૭ વર્ષની કિશોરના હત્યાઃ શંકાના આધારે મહેશ પટેલને ઉઠાવી લેવાયાઃ કસ્ટડીમાં મોત access_time 4:11 pm IST

  • કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ કહ્યુ છે કે, પાકિસ્તાને ભારત ઉપર ભાગલા પછી હુમલો કર્યો ત્યારે વડાપ્રધાન જવાહરલાલ નેહરૂએ રાષ્ટ્રીય સ્વયં સેવક દળની મદદ માગી હતી અને આરએસએસ પહોંચી પણ ગયેલ access_time 11:30 am IST

  • પાકે ફરી કરી નાપાક હરકત : જમ્મુ-કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં આજે ફરી કર્યું સીઝ્ફાયરનું ઉલંઘન : કર્યું અંધાધુંધ ફાયરીંગ access_time 8:36 pm IST