Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

BSE SME એકસચેન્જ પર લિસ્ટિંગ માટે આ વર્ષે ૧૦૦ કંપનીઓ આવવાની આશા

ઇન્ફ્રાસ્ટ્રકચર, ઓટોમોટિવ, લોજિસ્ટિક સર્વિસ વગેરે સેકટરની કંપનીઓનો સમાવેશ

મુંબઇ તા. ૧૪ :..  આ વર્ષે બીએસઇના એસએમઇ મંચ પર કમસે કમ ૧૦૦ જેટલી કંપનીઓ લીસ્ટિંગ માટે આવે એવી આશા છે. એકસચેન્જના ઉચ્ચ અધિકારીએ આ નિવેદન કર્યુ હતું. ગયા વર્ષે પપ કંપનીઓ આઇપીઓ લાવી આ એસએમઇ પ્લેટફોર્મ પર લીસ્ટ થઇ હતી. બીએસઇ એસએમઇ એકસચેન્જના હેડ અજય ઠાકરે જણાવ્યા મુજબ આ બાબત કંપનીઓનો વિશ્વાસ દર્શાવે છે અને રોકાણકારોનો રસ બતાવે છે.

 

અત્યારે બાવીસ કંપનીઓએ આ મંચ પર આવવા બીએસઇની મંજૂરી મેળવી લીધી છે, જયારે ૧૯ કંપનીઓ પાઇપલાઇનમાં છે. આ કંપનીઓ લોજિસ્ટક, ઓટોમેટિવ કમ્પોનન્ટસ, મીડિયા ફાર્મા હોસ્પિટલીટી ઇન્ફ્રાસ્ટ્રકચર વગેરે જેવા સેકટરમાંથી આવી રહી છે. જે આઇપીઓ મારફત ઊભી થનારી મૂડીનો ઉપયોગ વિસ્તરણ, વર્કીંગ કેપિટલ જેવા ઉપયોગ માટે કરશે.

માર્ચ ર૦૧ર માં બીએસઇએ આ પ્લેફોર્મ લોન્ચ કર્યુ ત્યારથી આ એકસચેન્જ પ્લેટફોર્મ પર કુલ રર૪ કંપનીઓ લીસ્ટેડ થઇ હતી. જેમાંથી ૪૪ કંપનીઓ મેઇન બોર્ડ પર શિફટ થઇ ગઇ છે. જેથી હાલમાં ૧૮૦ કંપનીઓ લીસ્ટેડ છે. આ કંપનીઓએ ૧૮૦૦ કરોડ રૂપિયાથી વધુ ભંડોળ આ માર્ગે ઊભું કર્યુ છે. (પ-૯)

 

 

(11:33 am IST)