Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

‘‘નારી હૈ તો કયા, હમ અપના ભવિષ્‍ય બનાયેંગે'': યુ.એસ.ના ન્‍યુયોર્કમાં ૯ માર્ચના રોજ ઉજવાશે ‘‘ઇન્‍ટરનેશનલ વીમેન્‍સ ડે'': બૃહદ ન્‍યુયોર્ક સિનીયર્સ તથા સિનીયર કોમ્‍યુનીટી સેન્‍ટર ઓફ VTNYના ઉપક્રમે કરાયેલું આયોજન

ન્‍યુયોર્કઃ ‘‘નારી હૈ તો કયા, હમ અપના ભવિષ્‍ય બનાયેંગે'' યુ.એસ.માં બૃહદ ન્‍યુયોર્ક સિનીયર્સ તથા સિનીયર કોમ્‍યુનીટી સેન્‍ટર ઓફ VTNYના સંયુક્‍ત ઉપક્રમે આગામી ૯ માર્ચ ૨૦૧૮ શુક્રવારના રોજ ‘‘ઇન્‍ટરનેશનલ વીમેન્‍સ ડે'' ઉજવાશે.

વૈશ્નવ ટેમ્‍પલ ઓફ ન્‍યુયોર્ક, વલ્લભ હોલ, ૧૦૦, લેકવિલ્લે રોડ, ન્‍યુ હાઇડ પાર્ક, ન્‍યુયોર્ક મુકામે થનારી ઉજવણીનો સમય બપોરે ૩ થી સાંજના ૬ વાગ્‍યા સુધીનો રાખવામાં આવ્‍યો છે.

જે માટે ૨૮ ફેબ્રુ.સુધીમાં રજીસ્‍ટ્રેશન કરાવી લેનાર માટે વિનામૂલ્‍યે પ્રવેશ છે.

રેફલ ટિકિટ સાથેના માત્ર મહિલાઓ માટેના જ આ પ્રોગ્રામના મુખ્‍ય યજમાન તરીકે શ્રીમતિ દક્ષાબેન પટેલ તથા સહ યજમાન તરીકે શ્રીમતિ મંજરીબેન બટ્ટ છે.

પ્રોગ્રામમાં હાજરી આપનાર મુખ્‍ય મહિલાઓમાં ડો. દીપિકા ડોકટર, ડો.વસુંધરા કાલાસાયુડી, ડો.શીતલ દેસાઇ, સુશ્રી દેખા ત્રિવેદી, સુશ્રી પદમાબેન મહેતા, સુશ્રી ગોપીબેન ઉદેશી તથા સુશ્રી શિમુલ શાહનો સમાવેશ થાય છે.

રજીસ્‍ટ્રેશન માટે પૂરેપૂરા નામ સરનામા, તથા ટેલિફોન નંબર સાથે સુશ્રી ગોપીબેન ઉદેશીનો ઇમેલ gopiudeshi@gmail.com દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે.

વિશેષ વિગત માટે સુશ્રી કામિનીબેન શાહ (૬૪૬-૫૨૨-૨૬૭૯) અથવા સુશ્રી ગોપીબેન ઉદેશઈ (૫૧૬-૮૨૭-૫૯૩૬) અથવા સુશ્રી હેમાબેન શાહ (૭૧૮-૮૨૧-૯૨૮૮) નો સંપર્ક સાધવા શ્રી શશિકાંત પટેલની યાદીમાં જણાવાયું છે.

 

(9:12 pm IST)