Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

કુદરતી આપત્તિથી પાકને બચાવા ખેડૂતો કરે હનુમાન ચાલીસાના પાઠ

મ.પ્રદેશ ભાજપના નેતાનો બફાટ

ભોપાલ તા. ૧૩ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભલે ખેડૂતોને પાક વીમા યોજનાનો લાભ આપવાની વાત કરી રહ્યાં હોય, પરંતુ મધ્યપ્રદેશના ભાજપ નેતા તો ખેડૂતોને કુદરતી આપત્તિના કહેરથી બચવા માટે ભગવાન ભરોસે રહેવાની વાત કરી રહ્યાં છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય અને નેતા રમેશ સકસેનાએ ખેડૂતોને કહ્યું કે પાકને કરા પડવા જેવી કુદરતી આપત્ત્િ।થી બચાવા માટે તેઓ હનુમાન ચાલીસાના પાઠ કરે. મજાની વાત તો એ છેકે તેમની આ વાતનું સમર્થન કૃષિ મંત્રીએ પણ કર્યું છે.મધ્યપ્રદેશના કૃષિ રાજયમંત્રી બાલકૃષ્ણ પાટીદરે ભાજપ નેતા રમેશ સકસેનાના નિવેદનનું સમર્થન કર્યું છે. પાટીદારે કહ્યું કે હનુમાન ચાલીસાનું પઠન કરવાથી ખેડૂત 'અંદરથી મજબૂત' થશે. રાજયમાં છેલ્લાં બે દિવસમાં વરસાદ અને કરા પડતાં પાકને મોટી નુકસાની થઇ છે. પરંતુ રાજયના ભાજપના નેતા આવા નિવેદન આપીને ખેડૂતો પ્રત્યે અસંવેદનશીલતાની હદ દેખાડી રહ્યાં છે.પૂર્વ ધારાસભ્યે એક વીડિયોમાં અપીલ કરતાં ખેડૂતોને કહ્યું છે કે વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે આવતા ચાર-પાંચ દિવસ સુધી કુદરતનો પ્રકોપ રહેશે. કરા પણ પડશે અને વરસાદ પણ થશે. આ કુદરતી આપત્ત્િ।થી બચવા માટે એકમાત્ર ઉપાય છે હનુમાન ચાલીસા. તમામ ખેડૂતો ભાઇઓને નિવેદન છે કે દરરોજ એક કલાક હનુમાન ચાલીના પાઠ કરો. આ સિવાય બીજો કોઇ રસ્તો નથી.સિહોરના પૂર્વ ધારાસભ્ય સકસેનાનો આ વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે. આ અંગે કૃષિ રાજય મંત્રી પાટીદારે કહ્યું કે તેમાં કંઇ ખોટું નથી. હનુમાન ચાલીસાના પાઠ કરવાથી રાહત મળશે અને તેનાથી ખેડૂત અંદરથી મજબૂત થશે.

(4:19 pm IST)
  • કેદારનાથ ધામના ૨૯ એપ્રિલે તથા બદ્રીનાથના ૩૦ એપ્રિલે કપાટ ખુલશે access_time 4:33 pm IST

  • આણંદના નડિયાદમાં સાડા છ કરોડની છેતરપીંડી : બોગસ બાનાખત બનાવીને કરી છેતરપીંડીઃ વિદ્યાનગર પોલીસે ત્રણ વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરી access_time 3:53 pm IST

  • ચક્રવાત ''ગીતા'' વાવાઝોડાએ ટોંગા દેશમાં તબાહી મચાવીઃ૧૦૦ વર્ષ જુનું સંસદ ભવન ધ્વસ્તઃ ૬૦ વર્ષમાં સૌથી શકિતશાળી તોફાન access_time 3:53 pm IST