Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

આજથી શરૂ થશે રામરાજય રથયાત્રા

અયોધ્યાથી રામેશ્વર સુધીની રામરાજય રથયાત્રા આજે શરૂ થવાની છે. રામમંદિર જન્મભૂમિ મંદિરના મોડલ પર બનેલા આ રથની તૈયારી ગઇ કાલે સાધુઓએ અયોધ્યામાં કારસેવકપુરમ ખાતે તપાસી હતી. ચાર રાજયોમાંથી પસાર થનારી આ રથયાત્રા ૩૯ દિવસ ચાલશે. કેન્દ્રના ગૃહમંત્રાલયે રથયાત્રાની સલામતી માટે જે-તે રાજયોના પોલીસ ચીફને ખાસ સૂચના આપી છે.

(3:50 pm IST)
  • શાહી લગ્નઃ બ્રિટનના પ્રિન્સ હેરી અને મેગન માર્કલનાં લગ્ન અંગે વધુ વિગતો જાહેર કરવામાં આવી : પ્રિન્સ હેરી અને મેગન માર્કલનાં લગ્ન ૧૯ મે,ના રોજ યોજાશે access_time 3:50 pm IST

  • ભાવનગર પંથકમાં લંપટ શિક્ષક દ્વારા બાળા સાથે અડપલાઃ જાહેરમાં ધોલાઈ : ભાવનગરના સિહોર તાલુકાની ઉખરલા ગામની ઘટનાઃ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી ૧૩ વર્ષની કિશોરી સાથે શાળાના શિક્ષકે કર્યા અડપલા... ગ્રામજનોએ શિક્ષકની જાહેરમાં ધોલાઈ કરી access_time 4:33 pm IST

  • સુંજવાન હુમલામાં વધુ એક જવાન શહીદઃ મૃતદેહ મળી આવતાં મૃતાંક વધીને ૧૦ થયો access_time 3:51 pm IST