Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

પીએફ ઉપર વ્યાજદર હાલ ૮.૬૫ ટકાના દરે રહી શકે

૨૧મી ફેબ્રુઆરીના દિવસે મહત્વપૂર્ણ બેઠક : પાંચ કરોડ ધારકો માટે વ્યાજદર હાલમાં યથાવત રખાશે

મુંબઇ,તા. ૧૩ : રિટાયરફંડ બોડી ઇપીએફઓ વર્ષ ૨૦૧૭-૧૮ માટે તેના પાંચ કરોડ અથવા તો ૫૦ મિલિયન ધારકો માટે પ્રોવિડન્ડ ફંડ (પીએફ) વ્યાજદરને ૮.૬૫ ટકાના દરે યથાવત જાળવી રાખે તેવી શક્યતા છે. તેના ટ્રસ્ટીની અતિ મહત્વપૂર્ણ બેઠક ૨૧મી ફેબ્રુઆરીના દિવસે મળનાર છે. આ બેઠક પર તમામ લોકોની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. જાણકાર સુત્રોએ કહ્યુ છે કે એમ્પ્લોઇસ પ્રોવિડન્ડ ફંડ ઓર્ગેનાઇઝેશન ((ઇપીએફઓ) દ્વારા આ નાણાંકીય વર્ષ માટે વ્યાજદર ૮.૬૫ ટકા જાળવી રાખવા અંતરને ભરવા માટે આ મહિનાની શરૂઆતમાં ૨૮.૮૬ અબજ રૂપિયાની કિંમતના એક્સચેંજ ટ્રેડેડ ફંડ(ઇટીેએફ) વેચી દીધા હતા. તેને ૧૬ ટકા રિટર્ન મળતા રકમ ૧૦.૫૪ અબજ રૂપિયા રહી હતી. આ રકમ આ નાણાંકીય વર્ષમાં ૮.૬૫ ટકા વ્યાજદરની ચુકવણી કરવા માટે પુરતી છે. તમામ લોકો જાણે છે કે અપીએફઓ દ્વારા વર્ષ ૨૦૧૬-૧૭ માટે ડિપોઝિટ પર ૮.૬૫ ટકા વ્યાજ ચુકવવાની જાહેરાત કરી હતી. વર્ષ ૨૦૧૫-૧૬માં વ્યાજદર ૮.૮ ટકા રહ્યો હતો. ૨૧મી ફેબ્રુઆરીના દિવસે મળનારી બેઠક પર તમામ ધારકો નજર રાખી રહ્યા છે. આ વ્યાજદરનો મામલો હમેંશા ખુબ સંવેદનશીલ રહે છે. જેથી ટ્સ્ટીની બેઠકમાં તમામ પાસા પર વિચારણા કરવામાં આવ્યા બાદ જ કોઇ અંતિમ નિર્ણય કરવામાં આવનાર છે. હાલમાં વ્યાજદર પહેલા કરતા ઓછો છે. ઓછો વ્યાજદર હોવાના કારણે આની સાથે કેટલીક વખત સંબંધિત સંસ્થાની સામે વાંધો પણ ઉઠાવવામાં આવ્યો છે.

(12:47 pm IST)