Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

CIAએ રૂના ઉત્પાદનનો અંદાજ આઠ લાખ ગાંસડી ઘટાડયો

નવા અંદાજ પ્રમાણે દેશમાં ૩૬૭ લાખ ગાંસડીના ઉત્પાદનનો અંદાજ

નવી દિલ્હી તા. ૧૩: રૂબજારમાં તેજીને ટેકો મળે એવી સંભાવના છે. કોટન અસોસિએશન ઓફ ઇન્ડિયા (CIA) દ્વારા રૂના ઉત્પાદનનો અંદાજ અગલાઉની તુલનાએ આઠ લાખ ગાંસડી ઘટાડયો છે. નવા અંદાજ પ્રમાણે હવે દેશમાં ૩૬૭ લાખ ગાંસડી રૂના ઉત્પાદનનો અંદાજ છે, જે અગાઉ ૩૭પ લાખ ગાંસડી મુકયો હતો.

CIAના પ્રમુખ અતુલ ગણાત્રાએ જણાવ્યું હતું કે 'રૂના ઉત્પાદનના અંદાજમાં ઘટાડો કરવાનું મુખ્ય કારણ મહારાષ્ટ્રમાં ગુલાબી ઇયળનો ઉપદ્રવ છે. મહારાષ્ટ્ર અને તેલંગણમાં અનેક ખેડૂતોએ પાછલી વીણી લેવાય એ પહેલાં જ કપાસ કાઢી નાખ્યો છે.

CIAના નવા અંદાજ પ્રમાણે દેશમાં હવે કુલ ૪૧૭ લાખ ગાંસડીનોવ પુરવઠો ઉપલબ્ધ બનશે જેમાં ૩૦ લાખ ગલાંસડીનો ઓપનિંગ સ્ટોક છે અને ર૦ લાખ ગાંસડી ઇમ્પોર્ટ થવાનો અંદાજ છે, જયારે ૩ર૦ લાખ ગાંસડી સ્થોાનિક વપરાશ થશે અને પપ લાખ ગાંસડીની એકસપોર્ટ થવાનો અંદાજ છે. જયારે ૪ર લાખ ગાંસડીનો એન્ડિંગ સ્ટોક રહેશે.

દેશમાં ૩૧ જાન્યુઆરી સુધીમાં રૂની આવકો પણ ર૧૧ લાખ ગાંસડીની થઇ છે જે ગયા વર્ષે આ સમયે ૧પ૭.પપ લાખ ગાંસડીની થઇ હતી જેમાં ઉત્તર ઝોનમાં ૩૩.ર૦ લાખ ગાંસડી, ગુજરાતમાં પ૬ લાખ, મહારાષ્ટ્રમાં ૪૯ લાખ અને મધ્ય પ્રદેશમાં ૧પ.પ૦ લાખ ગાંસડીની આવક થઇ છે. જયારે તલંગણમાં ૭ર.પ૦ લાખ ગાંસડીની આવક થઇ છે.

(11:21 am IST)