Gujarati News

Gujarati News

News of Thursday, 14th January 2021

તમિલનાડુમાં ચૂંટણીના પડઘમ :પોંન્ગલ તહેવારમાં રાહુલ ગાંધી, મોહન ભાગવત અને જેપી નડ્ડા પણ પ્રવાસે પહોંચ્યા

ચેન્નાઇ : દેશમાં આજે મકરસંક્રાંતિ, બિહૂ, ઉત્તરાયણ, ઘુઘુતિયા અને પોંગલના તહેવાર મનાવવામાં આવી રહ્યા છે. દક્ષિણ ભારતના રાજ્યોમાં ખાસકરી તમિલનાડુમાં પોંગલ સૌથી ખાસ તહેવાર હોય છે. ચાર દિવસ સુધી ઉજવાતો આ તહેવારના પર્વની શરૂઆત આજથી થઇ રહી છે. આ તહેવારમાં સામેલ થવા અને તમિલ કલ્ચરને જોવા માટે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી તમિલનાડુના પ્રવાસે છે.

આગામી મહિનાઓમાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે. તેને ધ્યાનમાં લેતા રાહુલ ગાંધી સાથે અન્ય રાજકારણીઓ પણ હાલ તમિલનાડુના પ્રવાસે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવત પહેલાથી જ ચેન્નઈમાં છે. તેઓ બે દિવસના ચેન્નઈ પ્રવાસે છે. આજે સવારે તેમણે પોન્નિયમાનેડુ સ્થિત શ્રી કાદુંબડી ચિન્નામન મંદિરમાં પોંગલ પ્રાર્થના કરી છે. તે સિવાય ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ આજે તમિલનાડુના પ્રવાસે છે. તેઓ ચેન્નઈમાં નમ્મા ઓરૂ પોંગલ કાર્યક્રમમાં હાજર થશTamil

રાહુલ ગાંધીએ આજે મદુરૈમાં જલ્લીકટ્ટુ કાર્યક્રમમાં હાજરી આપી. રાહુલ ગાંધીએ જણાવ્યું કે તમિલ કલ્ચરને નિહાળવું શાનદાર અનુભવ રહ્યું. મને ખુશી છે કે જલ્લીકટ્ટૂનું વ્યવસ્થિત અને સુરક્ષિત રીતે આયોજન કરવામાં આવી રહ્યુ છે, જેમાં તમામ સુરક્ષિત છે અને તમામની સારસંભાળ લેવામાં આવી રહી છે. પોંગલના અવસરે આયોજિત આ કાર્યક્રમમાં રાહુલ ગાંધી સાથે દ્રમુકના યુવા જૂથના સચિવ ઉદયનિધિ સ્ટાલિન, કોંગ્રેસના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ, પ્રદેશ કોંગ્રેસ કમેટીના અધ્યક્ષ કેએલ અલાગિરી અને પોંડિચેરીના મુખ્યમંત્રી વી નારાયણસામી પણ ઉપસ્થિત હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે એપ્રિલ-મે મહિનામાં યોજાનારી તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં દ્રમુક અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની સંભાવના છે. તાજેતરમાં જ રાહુલ ગાંધી ખાનગી પ્રવાસે વિદેશ ગયા હતા અને હવે તેઓ પરત ફર્યા છે. વિદેશથી પરત ફર્યા બાદ તેઓ પ્રથમ વખત કોઈ સાર્વજનિક કાર્યક્રમાં હાજર થયા છે. જ્યારે ભાજપ પણ આ ચૂંટણી મેદાનમાં મજબૂત દાવેદારી સાથે આવવા માંગે છે, જેથી રાજ્યમાં સત્તા પર આવી શકે છે.

જોકે ભાજપે ચૂંટણીમાં પોતાના રાજકીય સાથી અંગે કોઈ જાહેરાત કરી નથી. 2019માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપે AIADMK સાથે ગઠબંધન કર્યું હતુ.

(7:38 pm IST)
  • જાણીતા સમાજસેવી અન્ના હજારે ખેડૂતોના સમર્થનમાં ભૂખ હડતાલ કરશે : જાન્યુઆરીના અંત સુધીમાં કૃષિ કાયદાનો કોઈ ઉકેલ નહીં આવે તો ભૂખ હડતાલ કરશે : વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર access_time 11:41 pm IST

  • બર્ડ ફ્લુમાં કચ્છને મળી રાહત : જિલ્લામાંથી કુલ ૩ સેમ્પલ ભોપાલ લેબોરેટરીમાં મોકલાયા હતા તમામ રિપોર્ટ આવ્યા નેગેટિવ જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા અપાઈ માહિતી access_time 4:39 pm IST

  • ૧૫ જાન્‍યુઆરીથી જ શરૂ થશે નવા સંસદ ભવનનું નિર્માણ કાર્ય : ૨૦૨૨માં ગણતંત્ર દિવસ સમારોહનું આયોજન નવા નિર્માણ પામેલા રાજપથ પર થશે access_time 2:44 pm IST