Gujarati News

Gujarati News

News of Thursday, 14th January 2021

વોટ્સએપની નવી પ્રાઇવેટ પોલિસી સામે દિલ્હી હાઇકોર્ટ માં અરજી : તત્કાલ પ્રતિબંધ લગાવાની માંગ

નવી દિલ્હીઃ વોટ્સએપની નવી પ્રાઇવેટ પોલિસીને દિલ્હી હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે. હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે કે વોટ્સએપની નવી પોલિસી હેઠળ કંપનીને તે અધિકાર છે કે તે કોઈપણ વ્યક્તિની વર્ચ્યુઅલ રીતે કોઈપણ ગતિવિધિ જોઈ શકે. અરજીમાં કોર્ટ પાસે માંગ કરવામાં આવી છે કે નવી પ્રાઇવેટ પોલિસી પર તત્કાલ પ્રતિબંધ લગાવવામાં આવે.

કોર્ટમાં દાખલ અરજીમાં તે પણ કહેવામાં આવ્યું છે કે આ કોઈપણ વ્યક્તિના રાઇટ ટૂ પ્રાઇવેસીના અધિકારનું ઉલ્લંઘન છે. આ અરજી વકીલ ચૈતન્યા રોહિલ્લા તરફથી કરવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે વોટ્સએપ અને ફેસબુક જેવી કંપનીઓ પહેલાથી ગેરકાયદેસર રીતે સામાન્ય લોકોનો ડેટા થર્ડ પાર્ટી સાથે શેર કરી રહી છે. તેવામાં વોટ્સએપની નવી પ્રાઇવેટ પોલિસી સરકારની મંજૂરી લીધા વગર બનાવવામાં આવી છે. 

ગાઇડલાઇન્સ જાહેર કરે ભારત સરકાર
આ અરજીમાં કોર્ટ પાસે માંગ કરવામાં આવી છે કે વોટ્સએપની નવી પ્રાઇવેટ પોલિસી પર તત્કાલ પ્રભાવથી પ્રતિબંધ લગાવવામાં આવે અને તેની સાથે ભારત સરકાર વોટ્સએપના ઉપયોગ અને લોકોની રાઇટ ટૂ પ્રાઇવેસીને ધ્યાનમાં રાખતા ગાઇડલાઇન્સ જાહેર કરે. 

બીજીતરફ પ્રાઇવેસીમાં ફેરફાર બાદ વોટ્સએપે આલોચનાનો સામનો કરવો પડી રહ્યો છે. કંપનીએ આ સંબંધમાં સ્પષ્ટતા કરવી પડી રહી છે. કંપનીએ પોતાની સ્પષ્ટતામાં કહ્યું કે, નવી પોલિસીથી સામાન્ય યૂઝર્સની પ્રાઇવેસી પર કોઈ ફેર પડશે નહીં. પરંતુ બિઝનેસ એકાઉન્ટ યૂઝર્સ પર અસર પડશે. 

(7:16 pm IST)