Gujarati News

Gujarati News

News of Thursday, 14th January 2021

દુનિયામાં સૌથી વધારે સોનુ અમેરિકા પાસે છેઃ 658 ટન સોના સાથે ભારત ૯મા ક્રમે

 

નવી દિલ્લી: દુનિયામાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમની પાસે ઘણું બધું સોનુ હોય. મહિલાઓ તો સોનાના ઘરેણાઓની શોખથી પહેરે છે. દુનિયામાં ભારતીય સૌથી વધારે સોનુ ખરીદે છે. માનવામાં આવે છે કે જે દેશની રિઝર્વ બેંક કે સેન્ટ્રલ બેંકની પાસે જેટલું વધારે સોનુ હોય છે. તે દેશની અર્થવ્યવસ્થા તેટલી મજબૂત હોય છે. ભારતમાં રિઝર્વ બેંક કરતાં વધારે સોનુ લોકો પાસે છે

દુનિયાના  10 દેશો પાસે છે સૌથી વધારે સોનુ:
અમે તમને દુનિયાના તે 10 દેશો વિશે માહિતી આપીશુંજેમની પાસે સૌથી વધારે સોનુ છે.  10 દેશોમાં ભારત પણ છે. સોનુ રાખવાના મામલામાં ભારત કયા નંબરે છે તે જાણવા માટે સંપૂર્ણ સમાચાર ચોક્કસ વાંચો

1. અમેરિકા:
દુનિયામાં સૌથી વધારે સોનુ અમેરિકા પાસે છે. ગોલ્ડ રિઝર્વ રાખવાના મામલામાં અમેરિકા પહેલા નંબરે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા પ્રમાણે અમેરિકા પાસે 8134 ટન સોનુ છે

2. જર્મની:
દુનિયામાં ગોલ્ડ રિઝર્વ રાખવાના મામલામાં જર્મની બીજા નંબરે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા પ્રમાણે જર્મની પાસે 3364 ટન સોનુ છે. જો યૂરોપીય દેશોની વાત કરવામાં આવે તો સોનુ રાખવાના મામલામાં જર્મની પહેલા નંબરે છે

3. ઈટલી:
ગોલ્ડ રિઝર્વ રાખવાના મામલામાં ત્રીજા નંબરે આવે છે ઈટલી. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા પ્રમાણે ઈટલી પાસે 2452 ટન સોનુ છે

4. ફ્રાંસ:
ગોલ્ડ રિઝર્વ રાખવાના મામલામાં ફ્રાંસ દુનિયામાં ચોથા નંબરે આવે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા પ્રમાણે ફ્રાંસ પાસે 2436 ટન સોનુ છે

5. રશિયા:
ગોલ્ડ રિઝર્વ રાખવાના મામલામાં રશિયા દુનિયામાં પાંચમા ક્રમે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા પ્રમાણે રશિયા પાસે 2300 ટન સોનુ છે.  

6. ચીન:
ગોલ્ડ રિઝર્વ રાખવાના મામલામાં ચીન છઠ્ઠા ક્રમે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા પ્રમાણે ચીન પાસે 1948 ટન સોનુ છે

7. સ્વિટ્ઝરલેન્ડ:
ગોલ્ડ રિઝર્વ રાખવાના મામલામાં સાતમા નંબરે છે સ્વિટ્ઝરલેન્ડ. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા પ્રમાણે સ્વિટ્ઝરલેન્ડ પાસે 1040 ટન સોનુ છે

8. જાપાન:
ગોલ્ડ રિઝર્વ રાખવાના મામલામાં જાપાન આઠમા ક્રમે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા પ્રમાણે જાપાન પાસે 765 ટન સોનુ છે

9. ભારત:
ગોલ્ડ રિઝર્વ રાખવાના મામલામાં ભારત દુનિયામાં આઠમા ક્રમે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા પ્રમાણે ભારત પાસે 658 ટન સોનુ છે. ભારતના નાગરિકો અને અહીંયાના મંદિરોમાં વધારે સોનુ છે. દુનિયામાં ભારત સોનાનો સૌથી મોટો આયાત કરનારો દેશ છે

10. નેધરલેન્ડ:
ગોલ્ડ રિઝર્વ રાખવાના મામલામાં 10મા ક્રમે આવે છે નેધરલેન્ડ. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ જણાવ્યા પ્રમાણે નેધરલેન્ડ પાસે 613 ટન સોનુ છે.  

(3:28 pm IST)