Gujarati News

Gujarati News

News of Thursday, 14th January 2021

દુનિયાની પ્રથમ પતંગ એક ચીની દાર્શનિક મોડીએ બનાવી હતીઃ પતંગનો ફેલાવો ક્રમશઃ જાપાન, કોરીયા, થાઇલેન્‍ડ, બર્મા, ભારત, અરબ, ઉત્તર આફ્રિકા સુધી થયો

અમદાવાદ: કહેવાય છે કે ઇસા પૂર્વ ત્રીજી સદીમાં ચીનમાં પતંગની શોધ થઇ હતી. પતંગ બનાવવા માટે જરૂરી સામગ્રી જેવી કે પતંગ ઉડાડવા માટેનો મજબૂત દોરો, તેને અનુરૂપ હલ્કુને મજબૂત વાંસ તથા રેશમનું કપડુ ચીનમાં ઉપલબ્ હતું. દુનિયાની પ્રથમ પતંગ એક ચીની દાર્શનિક મોડીએ બનાવી હતી. ચીન પછી પતંગનો ફેલાવો જાપાન, કોરીયા, થાઇલેન્, બર્મા, ભારત, અરબ, ઉત્તર આફ્રિકા સુધી થયો. પતંગ ઉડાડવાનો શોખ દુનિયાના અનેક ભાગોમાં થઇ ભારતમાં પહોચ્યો અને ભારતની સંસ્કૃતિ અને સભ્યતામાં વણાઇ ગયો

ઉતરાયણ એટલે સૂર્યનું ઉત્તર દીશામાં પ્રયાણ થવુ, દિવસે પવિત્ર હોઇ નદીઓમાં સ્નાન કરવું , ગરીબોને દાન આપવાની પરંપરા ચાલતી આવી છે. અન્ દેશોમાં પતંગ 2300 વર્ષના ઇતિહાસમાં વિવિધ માન્યતાઓ પરંપરાઓ અને અંધવિશ્વાસોની વાહક પણ રહી છે. માનવીની આકાંક્ષાઓને આકાશની ઉંચાઇઓ સુધી લઇ જનારી પતંગ કયાંક અપશુકનની કે પછી કયાંક ઇશ્વર સુધી પોતાનો સંદેશ પહોંચાડવાના માધ્યમના રૂપમાં પ્રતિષ્ઠિત છે.

ચીનમાં કિંગ રાજવંશના શાસક દરમ્યાન પતંગ ઉડાડીને તેને અજ્ઞાત છોડી દેવાને અપશુકન માનવામાં આવતું. તદઉપરાંત કપાયેલી પતંગને પકડવી કે ઉઠાવવાને પણ અપશુકન માનવામાં આવતું. પતંગ ધાર્મિક આસ્થાઓના પ્રદર્શનનું પણ માધ્યમ રહી છે. થાઇલેન્ડના લોકો પોતાની પ્રાર્થના ભગવાન સુધી પહોચાડવા માટે વર્ષા ઋતુમાં પતંગ ઉડાડતા. કોરીયામાં પતંગ પર બાળકોના નામ અને તેની જન્ તારીખ લખી ઉડાડવામાં આવતી કે જેથી વર્ષે બાળક સાથે સંકળાયેલું દુર્ભાગ્ પતંગની સાથે ઉડી જાય.

પતંગ સાથે  હવામાનની થર્મોમીટર મીટર જોડી માહિતી મેળવવા આગાહી અને અભ્યાસ કરવા ઉપરાંત ડેલ્ટા યુનિ ઓફ ટેકનોલોજી દ્વારા એક પ્રોજેકટ હેઠળ 102 m ના પતંગ દ્વારા 10 કિલોવોટ સુધીની ઉર્જા ઉત્પાદનનો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. અંગે જે વિસ્તારોમાં હવાનો તેજ પ્રવાહ હોય તેવા વિસ્તારોમાં પતંગની દોરી સાથે ટર્બાઇનની મુવમેન્ જોડીને ઉર્જા ઉત્પાદન ક્ષેત્રે સંશોધન પ્રયાસોની સતત પ્રયાસો હાથ ધરાઇ રહયા છે

(3:24 pm IST)
  • જાણીતા સમાજસેવી અન્ના હજારે ખેડૂતોના સમર્થનમાં ભૂખ હડતાલ કરશે : જાન્યુઆરીના અંત સુધીમાં કૃષિ કાયદાનો કોઈ ઉકેલ નહીં આવે તો ભૂખ હડતાલ કરશે : વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર access_time 11:41 pm IST

  • ૧૫ જાન્‍યુઆરીથી જ શરૂ થશે નવા સંસદ ભવનનું નિર્માણ કાર્ય : ૨૦૨૨માં ગણતંત્ર દિવસ સમારોહનું આયોજન નવા નિર્માણ પામેલા રાજપથ પર થશે access_time 2:44 pm IST

  • દેશમાં કોરોના હાંફ્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસમાં સતત ઘટાડો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 13,746 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1, 05, ,26,577 થઇ :એક્ટિવ કેસ 2,10,482 થયા: વધુ 13,751 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,01,59,805 થયા :વધુ 159 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,51, 924 થયા access_time 12:17 am IST