Gujarati News

Gujarati News

News of Thursday, 14th January 2021

સર, આ શું થઇ રહ્યું છે? અમે શું કરી રહ્યા છીએ? સરકારે પોતાનું ઘમંડ બાજુએ મુકવું જોઇએ. લોહડીની શુભેચ્છા આપતી વખતે આ જરૂર ધ્યાન રાખવું જોઇએ. કે આ આગથી રમવાનો સમય નથીઃ શોટગન શત્રુઘ્ન સિંહાઅે ટ્વિટ કરીને આપી પીઅેમ મોદીને સલાહ

 

નવી દિલ્હીઃ કૃષિ કાયદા સામે ખેડૂત આંદોલનના વિવાદમાં હવે કોંગ્રેસ નેતા શત્રુઘ્ન સિંહાએ પણ ઝંપલાવ્યું છે. શોટગને PM મોદીની સલાહ આપી છે કે તેઓ ઘમંડ છોડે. સમય ઓગથી રમવાનો નથી,

શત્રુઘ્ન સિંહાએ ગુરુવારે ટ્ટીવ કરી લખ્યું, ” સર, શું થઇ રહ્યું છે? અમે શું કરી રહ્યા છીએ? સરકારે પોતાનું ઘમંડ બાજુએ મુકવું જોઇએ. લોહડીની શુભેચ્છા આપતી વખતે જરૂર ધ્યાન રાખવું જોઇએ. કે આગથી રમવાનો સમય નથી. શું 30 કરોડની વસતીમાં આપણને એક તટસ્થ પેનલ મળી?”

શત્રુઘ્ને વધુમાં લખ્યું છે કે, “પેનલમાં ચૂંટાયેલા લોકો વિવાદી કાયદો બનાવવામાં સામેલ રહ્યા છે. તમારે સલાહકારોને સૂચના, માહિતી અને જ્ઞાનવધારવા માટે એનડીટીવી ઇન્ડિયાના એક્ઝિક્યૂટીવ એડિટર રવીશકુમારનો વીડિયો જરૂર જોવોજોઇએ.”

શત્રુએ અનેક નેતાઓને ટેગ પણ કર્યા

બોલીવૂડ અભિનેતા અને રાજકીય નેતા શત્રુઘ્ને પોતાની ટ્વીટમાં મમતા બેનરજી, અરવિદં કેજરીવાલ, અખિલેશ યાદવ, માયાવતી, શશિ થરુર, યશવંત સિંહા અને શરદ પવાર જેવા નેતાઓને ટોગ પણ કર્યું.

નેતા-અભિનેતાની ટ્વીટને યુઝર્સનું પણ સમર્થન

શત્રુઘ્નની ટ્વીટનું મોટા ભાગના યુઝર્સ પણ સમર્થન કરી રહ્યા છે. અનુરાગ નામના એક યુઝરે લખ્યુંકેટલું દુર્ભાગ્યપૂર્ણ છે કે અત્યારે એક મજબૂત વિપક્ષ પણ નથી, જે તાનાશાહી સામે વિરોધ કરે.’

ખેડૂત આંદોલનને 50 દિવસ થઇ ગયા

નોંધનીય છે કે કૃષિ કાયદા રદ કરવાની માગ સાથે વિરોધ કરી રહેલા ખેડૂત આંદોલનને 50 દિવસ થઇ ગયા છે. ખેડૂતો હજુ પણ દિલ્હીની બોર્ડરે તહોનાત છે. 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર પરેડ કાઢવાની જાહેરાત કરવામાં આવી છે.

કાયદા પર હાલ સુપ્રીમ કોર્ટનો સ્ટે

આમ તો સુપ્રીમ કોર્ટે આંદોલનને સમર્થન આપતા સરકારી કાયદા પર અત્યારે સ્ટે મૂક્યો છે. સાથે કાયદાનો અભ્યાસ કરવા માટે એક કમિટી પણ રચી છે.

કમિટીનો રિપોર્ટ આવતા સુધી કાયદા લાગુ નહીં થાય પરંતુ કમિટીમાં સામેલ સભ્યોએ વિવાદાસ્પદ કાયદો બનાવ્યાનો આરોપ થઇ રહ્યો હોવાથી તેની વિશ્વસનીયતા પર સવાલ ઊભા થઇ રહ્યા છે.

(3:18 pm IST)
  • ભાજપને હરાવવા ડાબેરી મોરચા તથા કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાની મમતા દીદીની ઓફરનો ફિયાસ્કો : બંને પાર્ટીએ ઓફર નકારી કાઢી : કોંગ્રેસે ગઠબંધન કરવાને બદલે ટીએમસી પાર્ટીનું કોંગ્રેસમાં મર્જર કરી દેવાની સલાહ આપી : ભાજપને એકલા હાથે હરાવી શકવાની ત્રેવડ નહીં હોવાની ભાજપ આગેવાનોની ટકોર access_time 1:30 pm IST

  • દિલ્હીના ભાજપ સાંસદ હંસરાજ હંસ વિરુદ્ધ કોર્ટ કેસ : ચૂંટણી સમયે કરેલી એફિડેવિટમાં પોતાના શિક્ષણ અને બાકી ટેક્સ અંગે ખોટો માહિતી આપી : કોંગ્રેસના પરાજિત ઉમેદવાર રાજેશ લીલોઠીયાનો આક્ષેપ : 18 જાન્યુઆરીના રોજ સુનાવણી access_time 1:50 pm IST

  • જાણીતા સમાજસેવી અન્ના હજારે ખેડૂતોના સમર્થનમાં ભૂખ હડતાલ કરશે : જાન્યુઆરીના અંત સુધીમાં કૃષિ કાયદાનો કોઈ ઉકેલ નહીં આવે તો ભૂખ હડતાલ કરશે : વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર access_time 11:41 pm IST