Gujarati News

Gujarati News

News of Thursday, 14th January 2021

કોલ્ડવેવના કારણે દિલ્હીમાં ૧પ દિવસમાં જ ઠંડીઅે ફરી જોર દેખાડ્યુ

નવી દિલ્હીઃ મકરસંક્રાતિના પર્વમાં સમગ્ર ઉત્તર ભારતમાં ઠંઠીનો પ્રકોપ વધી ગયો છે. રાજધાની દિલ્હીમાં હાડ થીજાવતી ઠંડી લોકો પર ટોર્ચર કરી રહ્યાનું લાગે છે. તો શ્રીનગરમાં ઠંડીએ 25 વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો છે.

કોલ્ડવેવને કારણે સમગ્ર ઉત્તર ભારત થીજી રહ્યું છે. તેની અસર આગામી દિવસોમાં ગુજરાતમાં પણ જોવા મળી શકે છે. દિલ્હીમાં 15 દિવસમાં ફરી ઠંડીએ તેનું જોર દેખાડ્યું. એક જાન્યુઆરીએ તાપમાન 1.1 ડિગ્રી નોંધાયું હતું.

1 જાન્યુઆરી બાદ ફરી પારો ગગડ્યો

જ્યારે ગુરુવારે સવારે સફદરજંગમાં પારો 2 ડિગ્રીએ જતો રહ્યો. પાલમ વિસ્તારમાં ઠંડી 6.2 ડિગ્રી નોંધાઇ. હવામાન ખાતાએ આગામી બે-ત્રણ દિવસ સુધી હવામાનમાં કોઇ ફેર નહીં પડવાની આગાહી કરી છે.

જબરદસ્ત ઠંડી અને ગાઢ ધુમ્મસને કારણે દિલ્હીમાં મુશ્કેલી વધી ગઇ છે. વિઝિબ્લિટી એકદમ ઓછી થઇ જતા ટ્રાફિકની સમસ્યા સર્જાઇ રહી છે.

જમ્મુ-કાશ્મીરની સ્થિતિ સૌથી ખરાબ

સૌથી ખરાબ સ્થતિ જમ્મુ-કાશ્મીરની છે. જ્યાં ઘણા વિસ્તારોમાં પારો જનજીવનની હલચલને અસર કરી રહ્યો છે. શ્રીનગરમાં ઠંડીએ 25 વર્ષ જુનો રેકોર્ડ તોડી નાંખ્યો. બુધવારે અહીં પારો માઇનસ 7.8 ડિગ્રી હતો.

તો ગુરુવારે સવારે લઘુત્તમ તાપમાન માઇનસ 8.4 ડિગ્રી નોંધવામાં આવ્યું. પહેલગામમાં પારો માઇનસ 12 ડિગ્રી તો ગુલમર્ગમાં માઇનસ 10 ડિગ્રી તાપમાન નોંધાયું.

શ્રીનગરનું દલ સરોવર થીજી ગયું Delhi Coldwave news

ઠંડીને કારણે શ્રીનગરનું પ્રસિદ્ધ દલ સરોવર પણ સંપૂર્ણપણે થીજી ગયું છે. કાલે શ્રીનગર એરપોર્ટ પર ઇન્ડિગોની એક ફ્લાઇટ અકસ્માત થતા રહી ગઇ. વિમાન બરફના ટેકરા સાથે ટકરાત બચ્યું હતું. જો કે કોઇ જાનહાનિ અને નુકસાન થયું નહીં.

પર્વતો પર હિમવર્ષાને કારણે ઉત્તરના મેદાનના વિસ્તારોમાં ઠંડીનો પારો ગગડી રહ્યો છે. ચદિલ્હીમાં ગઇ કાલે પાલમમાં લઘઉત્તમ તાપમાન 3.2 ડિગ્રી નોંધાયું હતું. ચંડીગઢમાં પણ પારો 12.2 ડિગ્રીએ ગયો.

રાજસ્થાનમાં ફતેહપુરમાં માઇનસ ડિગ્રી

રાજસ્થાનના ફતેહપુર શેખાવટીમાં પણ પારો માઇનસ ડિગ્રી નોંધાયો. જ્યારે ઉત્તર પ્રદેશના વારાણસી અને પ્રયાગરાજમાં ઠંડીનું મહત્તમ તાપમાન 20 ડિગ્રીથી નીચે રહ્યું.

(3:17 pm IST)