Gujarati News

Gujarati News

News of Thursday, 14th January 2021

ફ્લેટ ખરીદનાર ગ્રાહક સાથે બિલ્ડરનું એકતરફી એગ્રીમેન્ટ અમાન્ય કરતી સુપ્રીમ કોર્ટ : નક્કી કરેલી સમય મર્યાદામાં ફ્લેટ સોંપવામાં ન આવે તો 9 ટકા વ્યાજ સાથે નાણાં પરત આપવા ફરજીયાત : હુકમનો અનાદર કરવામાં આવે તો 12 ટકા વ્યાજ ચૂકવવું પડશે : ફ્લેટ ખરીદનાર ગ્રાહકોની તરફેણમાં કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ હેઠળ સુપ્રીમ કોર્ટનો ચુકાદો

ન્યુદિલ્હી : ગુરુગ્રમ પ્રોજેક્ટ હેઠળ ચાલી રહેલા કેસ મામલે સુપ્રીમ કોર્ટે મહત્વનો તથા ફ્લેટ ખરીદનાર ગ્રાહકોની તરફેણમાં ચુકાદો આપ્યો છે.

જે મુજબ ફ્લેટ ખરીદનાર ગ્રાહક સાથે બિલ્ડરનું એકતરફી એગ્રીમેન્ટ માન્ય ગણી શકાય નહીં. નક્કી કરેલી સમય મર્યાદામાં ફ્લેટ સોંપવામાં ન આવે તો 9 ટકા વ્યાજ સાથે નાણાં પરત આપવા ફરજીયાત ગણાશે.તેમજ જો  હુકમનો અનાદર કરવામાં આવશે  તો 12 ટકા વ્યાજ ચૂકવવું પડશે .તેવું નામદાર કોર્ટએ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ હેઠળ ચુકાદો આપતા જણાવ્યું છે.

રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગ  હેઠળ ડેવલપરને આપવામાં આવેલા આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરાઈ હતી.જેમાં જણાવાયા મુજબ બિલ્ડરે સમયસર કામ પૂરું નહીં થતા બીજા પ્રોજેક્ટનો ફ્લેટ ઓફર કર્યો હતો.જેના અનુસંધાને સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે ફ્લેટ ખરીદનાર ઉપર આવી શરત  લાદી શકાય નહીં.તે બીજા પ્રોજેક્ટનો ફ્લેટ ખરીદવા બંધાયેલો નથી.તેવું એચ.ટી.દ્વારા જાણવા મળે છે.

 

(12:00 am IST)