Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

શ્રીનગર એરપોર્ટ પર 233 મુસાફરો ભરેલું ઈન્ડિગો એરલાઈન્સનું વિમાન બરફ સાથે ટકરાયું : મોટી દુર્ઘટના ટળી

રનવે પરથી હટાવવામાં આવેલ બરફ એક ખુલ્લામાં પડ્યો હતો તેની સાથે વિમાનનો એક છેડો ટકરાયો

શ્રીનગર : જમ્મુ કાશ્મીરના શ્રીનગર એરપોર્ટ પર મોટી દૂર્ઘટના થતા ટળી હતી. 233 મુસાફરો ભરેલુ ઇન્ડિયો એરલાઇન્સનું વિમાન એરપોર્ટ પર જ જામી ગયેલા બરફ સાથે ટકરાયુ હતું. આ દૂર્ઘટનાને કારણે શ્રીનગર એરપોર્ટ પર અફરા તફરી મચી ગઇ હતી. જોકે, દૂર્ઘટનામાં કોઇ મુસાફરને કોઇ નુકસાન થયુ નહતું.

 કાશ્મીરમાં મોટાભાગના વિસ્તારમાં ભારે બરફને કારણે સફેદ ચાદર છવાઇ ગઇ છે. જેને કારણે મોટા ભાગના રસ્તા બંધ છે અને એરપોર્ટ પર ફ્લાઇટમાં મોડુ થઇ રહ્યુ છે. જોકે, એરપોર્ટને ચલાવવા માટે ભારે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે પરંતુ રન વેથી હટાવવામાં આવેલો બરફ એક ખુણામાં જ છોડી દીધુ હતું. જેને કારણે ઇન્ડિગો એરલાઇનના વિમાનનો ભાગ તે બરફ સાથે ટકરાયો હતો.

: જમ્મુ કાશ્મીરના શ્રીનગર એરપોર્ટ પર મોટી દૂર્ઘટના થતા ટળી હતી. 233 મુસાફરો ભરેલુ ઇન્ડિયો એરલાઇન્સનું વિમાન એરપોર્ટ પર જ જામી ગયેલા બરફ સાથે ટકરાયુ હતું. આ દૂર્ઘટનાને કારણે શ્રીનગર એરપોર્ટ પર અફરા તફરી મચી ગઇ હતી. જોકે, દૂર્ઘટનામાં કોઇ મુસાફરને કોઇ નુકસાન થયુ નહતું.

(7:11 pm IST)