Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

ફેસબુક-ટ્‍વિટર પછી હવે યુ ટયુબે પણ અમેરિકન રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ વિરૂદ્ધ એકશન લીધીઃ તમામ નવી પોસ્‍ટ હટાવી લીધી

ફેસબુક અને ટ્વિર પછી હવે YouTubeએ પણ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરૂદ્ધ એક્શન લીધી છે. યૂટ્યુબે પોતાના પ્લેટફોર્મ પરથી ડોનાલ્ડ ટ્રમ્પની ચેનલથી અપલોડ કરવામાં આવેલી નવી પોસ્ટ હટાવી લીધી છે. યૂટ્યૂબે હિંસા માટે બનાવેલી પોતાની નીતિઓનો ઉલ્લંઘનનો હવાલો આપતા પોસ્ટ હટાવી લીધી છે. સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પની ચેનલને યુટ્યુબની સેવા શરતોના ઉલ્લંઘનના આરોપમાં સાત દિવસ માટે સસ્પેન્ડ કરી દીધી છે.

  • YouTubeએ પોતાના નિવેદનમાં શું કહ્યું?

સમીક્ષા પછી વધારે હિંસાની ચાલી રહેલી સંભાવનાઓની ચિંતાના કારણે અમે ડોનાલ્ડ ટ્રમ્પની ચેનલ પર અપલોડ કરવામાં આવેલી નવી પોસ્ટોને અમારી નીતિઓના ઉલ્લંઘનના કારણે હટાવી લીધી છે. ચેનલ પર હવે નવા વીડિયો અથવા લાઈવ સ્ટ્રીમને ઓછામાં ઓછા સાત દિવસ સુધી અપલોડ કરી શકાશે નહીં. હિંસાના ખતરાને જોતા, તેમની ચેનલના કોમેન્ટ સેક્શનને પણ બંધ કરી દેવામાં આવ્યું છે.

યુટ્યૂબ પર ટ્રમ્પ ચેનલનું નામ Donald J. Trump છે, જેની સબ્સક્રાઈબર્સની સંખ્યા 2.77 મિલિયન છે. જોકે, યૂટ્યુબે પ્રથમ સ્ટ્રાીક બતાવીને ચેતવણી આપી છે. પરંતુ યુટ્યુબ અનુસાર ગાઈડલાઈનના ઉલ્લંઘનને લઈને ત્રણ સ્ટ્રાઈક લાગે છે તો તેમની ચેનલને બ્લોક કરી દેવામાં આવે છે.

ટ્વિટરે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પર્સનલ એકાઉન્ટને સ્થાયી રીતે સસ્પેન્ડ કરી દીધું છે. આવું ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આગામી દિવસોમાં હિંસાને પ્રોત્સાહન આપવાની શંકાના કારણે કરવામાં આવ્યું છે.

(5:00 pm IST)