Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

ઇન્‍ટરનેટનો કોઇ માલિક નથી પરંતુ ઇન્‍ટરનેટની સેવા આપવા બદલ કેટલીક કંપની ચાર્જ લે છેઃ ઇન્‍ટરનેટ વિશે જાણવા જેવુ

અમદાવાદઃ દુનિયાની ક્રાંતિકારી શોધ માથી એક છે ઈન્ટરનેટ.આજના આધુનિકરણમાં દરેક વ્યક્તિ ઈન્ટરનેટનું ઉપયોગ કરે છે.એ પણ સુપરફાસ્ટ ઈન્ટરનેટ.ના લોડિંગ થાય કે ના બફરિંગ.માત્ર એક ક્લિક કરી દુનિયાના કોઈ પણ ખુણાની માહિતી મેળવી શકાય છે.પરંતુ શું તમે એ જાણો છો કે આ ઈન્ટરનેટનો માલિક કોણ છે.તે કેવી રીતે કામ કરે છે.નથી જાણતા તો આજે અમે તમને બતાવશું ઈન્ટરનેટ વિશેની તમામ માહિતી. ઈન્ટરનેટે સંપૂર્ણ રીતે દરેક લોકોની જીંદગી બદલી નાખી છે.ત્યારે એક વાત તો સ્પષ્ટ છે દરેક વસ્તુની કોઈને કોઈ કિંમત હોય છે.અને જે વસ્તુ રૂપિયા આપીને મળતી હોય તો તેનો કોઈ માલિક પણ હોય જ છે.ત્યારે તમાર મનમા એ સવાલ થતો હશે કે ઈન્ટરનેટનું માલિક કોણ.

  • ઈન્ટરનેટ શું છે

ઈન્ટરનેટ એટલે બે કે તેથી વધુ કોમ્પ્યુટરનું જોડાણ.ઈન્ટરનેટ એટલે દુનિયાના કોઈ પણ ખુણે બેસી તમે કોઈ પણ જગ્યા કે વ્યક્તિની માહિતી તમારી સ્ક્રિન પર મેળવી શકો.1969માં જ્યારે માણસે પ્રથમ વખત ચંદ્ર પર પગ મુક્યો હતો ત્યારે USના રક્ષા મંત્રાલય એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી એટલે કે ARPAની સ્થાપના કરી.જેમાં માત્ર 4 કોમ્પ્યુટરનું જોડાણ કર્યું હતું.જેમાં ડેટા સેર કર્યો હતો.જે આજે દુનિયાના તમામ લોકો માટે ઉપલ્બધ છે.

  • ઈન્ટરનેટનાં માલિક કોણ

તમે અત્યારે વેબસાઈટ પર લેખ વાંચી રહ્યા છો.એનો મતલબ આ લેખને હજારો કિલોમીટર દુર રાખેલા વેબસાઈટના સર્વરમાંથી મેળવી રહ્યા છો.સર્વરથી તમારા કોમ્પ્યુટર કે મોબાઈલ સુધી લેખને લાવવા માટ એક કનેક્શન હોય છે.જેનો તમાર ચાર્જ ચુકવવો પડે છે.એનો મતલબ એ થાય છે કે ઈન્ટરનેટનું કોઈ માલિક નથી.ઈન્ટરનેટ પર કોઈ સંસ્થા,કોઈ વ્યક્તિ, સરકારી સંસ્થાનું કોઈ અધિકાર નથી.પરંતુ ઈન્ટરનેટની સેવા આપવા બદલ કેટલી કંપનીઓ તેનો ચાર્જ લે છે.

  • ઈન્ટરનેટ માટે કેમ ચુકવવો પડે છે ચાર્જ

ઇન્ટરનેટ માટે કેટલીક કંપનીઓ હોય છે.જેમણે દરિયામાં ઓપ્ટીકલ ફાયબર કેબલ(OPTICAL FIBERS CABLE) પાથર્યા હોય છે.જેનાથી એક દેશથી બીજા દેશને કનેક્ટ કરવામાં આવે છે.આ નેશનલ લેવલની કંપનીઓ પોતાના સ્વખર્ચે અથવા રોકાણથી કેબલ દરિયામાં પાથર્યા હોય છે.જેથી આપણે ઈન્ટરનેટની સેવાનો ઉપયોગ કરી શકીએ છીએ. વોડાફોન-આઈડિયા, રિલાયન્સ, એરટેલ જેવી અનેક કંપનીઓ ઈન્ટરનેશનલ કંપનીઓને ચાર્જ ચુકવી આ સેવા આપણી સુધી પહોંચાડે છે.જેથી આપણે ઈન્ટરનેટ માટે રૂપિાય ચુકવવા પડે છે.

  • ઈન્ટરનેટ કેવી રીતે કામ કરે છે

મોટા ભાગના લોકો વિચારતા હશે કે આપણી ઉપર આકાશમાં કોઈ ઉપગ્રહ છે જેમાં ઈન્ટરનેટનો તમામ ડેટા સ્ટોર થાય છે.પરંતુ આવા વિચારતો હો તો તમે ખોટો છો.કેમ કે આ ટેક્નોલોજી જુની થઈ ગઈ છે.હવે તો ફાયબર ઓપ્ટીક કેબલનો જમાનો છે.એટલે ઈન્ટરનેટ ઉપગ્રહથી નહીં પણ કેબલથી ચાલે છે.જેથી હવે પહેલાની જેમ લોડિંગ કે બફરિંગની કોઈ અડચણ નથી આવતી.હવે માત્ર ક્લિક કરો એટલે તમને જોઈતી માહિતી તમારી સ્ક્રિન પર આવી જાય છે.

તમે રોજબરોજની જીંદગીમાં ઈન્ટરનેટનો ઉપયોગ તો કરતા હશો.એટલે હવે તમને સમજાઈ ગયું હશે ઈન્ટરનેટ એટલે શું.તે કેવી રીતે કામ કરે છે.અને તેના માટે તમારી પાસે કેમ રૂપિયા લેવામાં આવે છે.આજે ઈન્ટરનેટના વ્યાપ સાથે સેવા આપનારી કંપનીઓ પણ વધી રહી છે.આધુનિકરની હરિફાઈમાં ઈન્ટરનેટ એ પ્રાથમિક જરૂરિયાત બની ગયું છે.

(4:56 pm IST)
  • આ તસવીર અમેરિકાના સંસદ ભવનની છે. દુનિયામાં સૌથી જૂની લોકશાહીનું જે મંદિર ગણાય છે. ૨૦૦ વર્ષમાં જે નહોતું બન્યું, અમેરિકા તે બધામાંથી પસાર થઈ રહ્યું છે. કેપિટલ બિલ્ડીંગ.. સંસદ ભવન આજે નેશનલ ગાર્ડના હવાલામાં છે. ૨૦ જાન્યુઆરી સુધી સૌ કોઈ આશંકિત છે.ટ્રમ્પ ઉપર કોઈને વિશ્વાસ નથી. FBIને તોફાનોની આશંકા છે. અમેરિકાની બુનિયાદ હલબલી ચૂકી છે. જાણીતા પત્રકાર બ્રજેશ મિશ્રાએ ટ્વિટર ઉપર શેર કરેલી તસવીર ખૂબ વાયરલ થઇ રહી છે access_time 1:06 am IST

  • દેશમાં કોરોના હાંફ્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસમાં સતત ઘટાડો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 13,746 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1, 05, ,26,577 થઇ :એક્ટિવ કેસ 2,10,482 થયા: વધુ 13,751 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,01,59,805 થયા :વધુ 159 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,51, 924 થયા access_time 12:17 am IST

  • દેશમાં કોરોના હાંફ્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસમાં સતત ઘટાડો : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 8537 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1, 05, 04,3 53 થઇ :એક્ટિવ કેસ 2,10,734 થયા: વધુ 9127 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,01,37,584 થયા :વધુ 124 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,51,688 થયો access_time 1:02 am IST