Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

અત્‍યારે ઇલેકટ્રીક કાર બનાવનારી દુનિયાની દિગ્‍ગજ કંપની ટેસ્‍લાની ભારતમાં એન્‍ટ્રીઃ બેંગલુરૂમાં રજીસ્‍ટ્રેશન કરાયુઃ 3 ડાયરેક્‍ટરની નિમણુંક

આખરે ઈલેક્ટ્રિક કાર બનાવનારી દુનિયાની દિગ્ગજ કંપની Tesla ની ભારતમાં એન્ટ્રી થઈ ગઈ. દુનિયાના બીજા નંબરના સૌથી અણીર વ્યક્તિ એલન મસ્કની કંપનીએ બેંગલુરુમાં ઈન્ડિયા મોટર્સ એન્ડ એનર્જી પ્રાઈવેટ લિમિટેડનામથી રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

  • Tesla બેંગલુરુમાં થઈ રજિસ્ટર્ડ

Tesla India એ પોતાની પહેલી ઓફિસ બેંગલુરુમાં 8 જાન્યુઆરીના રોજ RoCમાં રજિસ્ટર્ડ કરી છે. અહીંથી લક્ઝરી ઈલેક્ટ્રિક કારોનું તે મેન્યુફેક્ચરિંગ કરશે. કંપની બેંગલુરુમાં એક રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ યુનિટ સાથે પોતાનું કામ શરૂ કરશે. Tesla ના સીઈઓ એલન મસ્કે ગત વર્ષે ઓક્ટોબરમાં એક ટ્વીટમાં કહ્યું હતું કે તેમની કંપની 2021માં ભારતીય બજારમાં આવશે. તેમની આ ટ્વીટ એક સવાલના જવાબમાં હતી.

  • Tesla India ના ત્રણ ડાયરેક્ટર પણ નિમાયા

વૈભવ તનેજા, વેન્કટરંગમ શ્રીરામઅને ડેવિડ જ્હોન ફેનિસ્ટનને ડાયરેક્ટર પદે નિયુક્ત કરાયા છે. વૈભવ તનેજા ટેસ્લામાં CFO છે, જ્યારે ફેનિસ્ટન ટેસ્લામાં ગ્લોબલ સીનિયર ડાયરેક્ટર, ટ્રેડ માર્કેટ એક્સેસ છે. કંપની ભારતમાં 3 મોડલ લોન્ચ કરી શકે છે. વર્ષના પહેલા ત્રિમાસિકના અંતમાં ડિલિવરી શરૂ થઈ શકે છે.

  • કર્ણાટકના મુખ્યમંત્રીએ કર્યું સ્વાગત

કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ ટેસ્લાનું સ્વાગત કર્યું છે. યેદિયુરપ્પાએ ટ્વીટ કરીને કહ્યું કે 'કર્ણાટક ગ્રીન મોબિલિટી તરફ ભારતની યાત્રાનું નેતૃત્વ કરશે. ઈલેક્ટ્રિક વ્હીકલ નિર્માતા ટેસ્લા જલદી બેંગલુરુમાં એક R&D યુનિટ સાથે ભારતમાં પોતાનું પરિચાલન શરૂ કરશે. હું એલન મસ્કનું ભારત અને કર્ણાટકમાં સ્વાગત કરું છું અને તેમને શુભકામના પાઠવું છું.'

  • ગડકરીએ પણ કહ્યું હતું-ટેસ્લા ભારત આવશે

આ અગાઉ કેન્દ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ડિસેમ્બરમાં કહ્યું હતું કે ટેસ્લા આગામી વર્ષ (2021)માં ભારતમાં પોતાની કારો માટે વિતરણ કેન્દ્ર ખોલશે. માગણીના આધારે કંપની અહીં પોતાના મેન્યુફેક્ચરિંગ યુનિટ લગાવવા ઉપર પણ વિચાર કરશે. ભારતમાં આગામી પાંચ વર્ષમાં દુનિયાના સૌથી મોટા ઈલેક્ટ્રિક વાહન ઉત્પાદક બનવાની ક્ષમતા છે.

  • ભારતમાં આ મોડલ થઈ શકે છે લોન્ચ

Tesla ભારતમાં કયું મોડલ બનાવશે તેના પરથી હજુ પડદો ઉઠ્યો નથી પરંતુ અનેક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરાયો છે કે ટેસ્લા ભારતમાં પોતાના કેટલાક મોડલ લોન્ચ કરી શકે છે. જેમ કે Tesla Model 3 અને Tesla Model Y. આ બંને મોડલ ટેસ્લાના સૌથી વધુ વેચાતા મોડલ્સમાંથી એક છે. Tesla Model 3 એક એન્ટ્રી લેવલની કાર હશે, સિંગલ ચાર્જમાં આ કાર  402 કિલોમીટર દોડશે.

(4:54 pm IST)
  • તામિલનાડુમાં પોંન્ગલ તહેવાર ઉપર ઉજવાતો જલ્લીકટ્ટુ ઉત્સવ જોવા રાહુલ ગાંધી મદુરાઈ પહોંચ્યા : આખલાને કાબુમાં કરવા માણસ દ્વારા કરાતા પ્રયત્નોનો ખેલ : પ્રાચીન સમયથી ઉજવાઈ રહેલો આ ખેલ જોઈ ખેડૂત આંદોલનને સમર્થન કરશે : સોશિઅલ મીડિયા ઉપર થઇ રહેલી ભારે ટીકા access_time 1:18 pm IST

  • દેશમાં કોરોના હાંફ્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસમાં સતત ઘટાડો : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 8537 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1, 05, 04,3 53 થઇ :એક્ટિવ કેસ 2,10,734 થયા: વધુ 9127 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,01,37,584 થયા :વધુ 124 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,51,688 થયો access_time 1:02 am IST

  • જાણીતા સમાજસેવી અન્ના હજારે ખેડૂતોના સમર્થનમાં ભૂખ હડતાલ કરશે : જાન્યુઆરીના અંત સુધીમાં કૃષિ કાયદાનો કોઈ ઉકેલ નહીં આવે તો ભૂખ હડતાલ કરશે : વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર access_time 11:41 pm IST