Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

અમેરિકામાં કોરાનાથી ર૪ કલાકમાં ૪પ૦૦ના મોત

કોરોના રસીકરણ અભિયાન છતાં કોરોનાથી સંક્રમણ અને મૃત્યુઆંકમાં સતત વધારો

વોશિંગ્ટન તા. ૧૩ :.. વૈશ્વીક મહામારી કોરોનાને કહેર ચાલુ છે. વિશ્વભરમાં ૯.ર૦ કરોડથી વધુ લોકો કોરોનાની ઝપેટમાં આવી ચૂકયા છે. બીજી બાજુ અત્યાર સુધીમાં ૧૯ લાખ ૭૦ હજારથી વધુ લોકો કોરોનાના લીધે મૃત્યુ પામ્યા છે. અમેરિકામાં મોતનો આંકડો તેજીથી વધી રહ્યો છે. અમેરિકામાં  એક દિવસમાં ૪પ૦૦ લોકોના મોત થયા છે.

અમેરિકામાં રસીકરણ અભિયાન છતાં કોરોનાથી સંક્રમણ અને મૃત્યુઆંક સતત વધી રહ્યોછે. અમેરિકામાં કોરોનાના રેકોર્ડ તોડે અંદાજે ૪પ૦૦ લોકોના મોત થયા છે. મહામારી શરૂ થવાથી માંડીને અત્યાર સુધીમાં અમેરિકામાં એક દિવસમાં મૃત્યુઆંક સૌથી વધુ છે તેની સાથે અમેરિકામાં મૃત્યુની સંખ્યા ૩,૮૯,પ૯૯ થી વધુ થઇ છે. બીજી બાજૂ કોરોના ના સંક્રમણના ર,રર,૧ર૧ નવા કેસ નોંધવામાં આવ્યા. તેની સાથે જ અમેરિકામાં સંક્રમીતોનો આંકડો ર૩,૩૬૮,રરપ પહોંચી છે. યુઝર  સેન્ટર ફોર ડીસીઝ કંટ્રેાલ એન્ડ પ્રિવેન્શન મુજબ અત્યાર સુધીમાં ૯૦ લાખથી વધુ લોકોને કોવિડ રસીની પ્રથમ ડોઝ આપવામાં આવી છે. નેધરલેન્ડ સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે દેશમાં લાગુ પ્રતિબંધોમાં કોઇપણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહિં. સાથે જ ત્રણ સપ્તાહ માટે લોકડાઉન વધારી દેવામાં આવ્યું છે.

(3:48 pm IST)