Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

કોરોના વેક્સિનેશન અભિયાનને પગલે 17મીએ થનાર પોલિયો રસીકરણ સ્થગિત: સ્વાસ્થ્ય મંત્રાલયનો નિર્ણંય

હાલમાં પોલિયો રસીકરણ કાર્યક્રમને આગામી આદેશ સુધી રદ્દ કરાયો

નવી દિલ્હી : દેશમાં 16 જાન્યુઆરીથી કોરોના વેક્સિનેશન અભિયાન શરૂ થવાનો છે. આની અસર હવે દેશમાં ચાલી રહેલા અન્ય અભિયાનો ઉપર પડતી જોવા મળી રહી છે. 17 જાન્યુઆરીએ થનાર પોલિયો રસીકરણ દિવસને આગળ વધારી દેવામાં આવ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી આની જાણકારી આપવામાં આવી.હતી સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, અપ્રત્યાશિત ગતિવિધિઓના કારણે હાલમાં આ કાર્યક્રમને આગામી આદેશ સુધી રદ્દ કરવામાં આવી રહ્યો છે.

 ભારતમાં મોટા સ્તર પર પોલિયો ડ્રોપ સાથે જોડાયેલો અભિયાન ચલાવવામાં આવે છે. દર વર્ષે લાખોની સંખ્યામાં બાળકોને પોલિયોની રસી આપવામાં આવે છે. ભારત દુનિયાનું સૌથી મોટું અભિયાન ચલાવે છે, પરંતુ હવે કોરોના વેક્સિનેશનના અભિયાનના કારણે આને કેટલાક સમય સુધી ટાળી દેવામાં આવ્યો છે. હવે આ અભિયાન ક્યારે થશે, તેની જાણકારી નથી.    

 અત્રે ઉલ્લેખનિય છે કે, હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરતાં કોરોના વેક્સિનેશનને લઈને વાત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ રાજ્યોને કહ્યું હતુ કે, કોરોના વેક્સિનેશનનું કામ દુનિયાનું સૌથી મોટું અભિયાન હશે, પરંતુ તેના સાથે અન્ય રસીકરણનું પણ કામ ચાલતું રહેશે. પીએમ મોદીએ કહ્યું હતુ કે, સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જે અભિયાનોને ચલાવવામાં આવી રહ્યાં છે, તે ચાલતા રહેશે અને કોરોના વેક્સિનેશનનું કામ પણ થતું રહેશે.

(1:27 pm IST)