Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

કરિયાણાની દુકાને બિસ્કિટ લેવા ગયેલી છોકરી પર દુકાનદારે કર્યો રેપ અને પછી કરી હત્યા

ધોરણ ૯માં અભ્યાસ કરતી આ છોકરી કરિયાણાની દુકાને બિસ્કિટ લેવા ગઈ હતી ત્યારે ત્યાં હાજર ૪૫ વર્ષીય દુકાનદાર આ છોકરીને લાલચ આપીને ઘરમાં લઈ ગયો અને તેના પર બળાત્કાર ગુજાર્યો

ખંડવા,તા. ૧૩: મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના બની છે કે જેમાં કરિયાણાની દુકાન ચલાવતા એક વ્યકિતએ ૧૩ વર્ષની છોકરી પર બળાત્કાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે. દુકાનદારે ૧૩ વર્ષની આ છોકરી પર બળાત્કાર કર્યા પછી તેની હત્યા કરીને તેનો મૃતદેહ દુકાનની છત પર મૂકી દીધો. બાદમાં આ દુકાનદાર ત્યાંથી ભાગી ગયો અને હવે પોલીસે આરોપી દુકાનદારની ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ, ધોરણ ૯માં અભ્યાસ કરતી આ છોકરી જયારે કરિયાણાની દુકાને બિસ્કિટ લેવા ગઈ હતી ત્યારે ત્યાં હાજર ૪૫ વર્ષીય દુકાનદાર આ છોકરીને લાલચ આપીને પોતાના ઘરમાં લઈ ગયો અને તેના પર બળાત્કાર ગુજાર્યો. દરમિયાન આ છોકરીએ વિરોધ કર્યો ત્યારે તે દુકાનદાર અને તેની પત્નીએ સાથે મળીને આ છોકરીને માર માર્યો અને પછી તેનું ગળું દબાવી દીધું. બાદમાં આ છોકરીની બોડીને સંતાડવાનો પ્રયાસ કર્યો.

આ દુકાનદારે તે છોકરીની બોડી એક બેગમાં પેક કરી દીધી અને દુકાનની છત પર મૂકી આવ્યો. દરમિયાન દુકાનદારના પાડોશીએ ધાબા પરની આ ઘટના જોઈ અને તે છોકરીના પરિવારના સભ્યોને આ અંગેની જાણ કરી. છોકરીના પરિવારજનો તે દુકાનદારના ઘરે ગયા કે જયાંથી તેઓને છોકરીનું સ્વેટર અને જૂતા મળી આવ્યા. પછી તેઓ જયારે દુકાનદારના ધાબા પર તપાસ કરવા ગયા ત્યાં સુધીમાં તે દુકાનદાર અને તેની પત્ની ભાગી ગયા હતા. હાલ આ ૧૩ વર્ષીય છોકરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. પોલીસે ઘટનાના ૬ કલાકમાં જ આરોપીની ધરપકડ કરી અને તેની પત્ની વિરુદ્ઘ પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

(10:04 am IST)
  • આ તસવીર અમેરિકાના સંસદ ભવનની છે. દુનિયામાં સૌથી જૂની લોકશાહીનું જે મંદિર ગણાય છે. ૨૦૦ વર્ષમાં જે નહોતું બન્યું, અમેરિકા તે બધામાંથી પસાર થઈ રહ્યું છે. કેપિટલ બિલ્ડીંગ.. સંસદ ભવન આજે નેશનલ ગાર્ડના હવાલામાં છે. ૨૦ જાન્યુઆરી સુધી સૌ કોઈ આશંકિત છે.ટ્રમ્પ ઉપર કોઈને વિશ્વાસ નથી. FBIને તોફાનોની આશંકા છે. અમેરિકાની બુનિયાદ હલબલી ચૂકી છે. જાણીતા પત્રકાર બ્રજેશ મિશ્રાએ ટ્વિટર ઉપર શેર કરેલી તસવીર ખૂબ વાયરલ થઇ રહી છે access_time 1:06 am IST

  • ભાજપને હરાવવા ડાબેરી મોરચા તથા કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાની મમતા દીદીની ઓફરનો ફિયાસ્કો : બંને પાર્ટીએ ઓફર નકારી કાઢી : કોંગ્રેસે ગઠબંધન કરવાને બદલે ટીએમસી પાર્ટીનું કોંગ્રેસમાં મર્જર કરી દેવાની સલાહ આપી : ભાજપને એકલા હાથે હરાવી શકવાની ત્રેવડ નહીં હોવાની ભાજપ આગેવાનોની ટકોર access_time 1:30 pm IST

  • બર્ડ ફ્લુમાં કચ્છને મળી રાહત : જિલ્લામાંથી કુલ ૩ સેમ્પલ ભોપાલ લેબોરેટરીમાં મોકલાયા હતા તમામ રિપોર્ટ આવ્યા નેગેટિવ જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા અપાઈ માહિતી access_time 4:39 pm IST