Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

ભારતના માર્ગ પર દોડશે એલન મસ્કની ટેસ્લા કાર

કંપનીએ બેંગ્લોરમાં સંશોધન અને વિકાસ એકમ સ્થાપ્યું છે

બેંગ્લોર, તા.૧૩: અમેરિકાની દિગ્ગજ ઇલેકિટ્રક કાર કંપની ટેસ્લાએ આખરે ભારતમાં પગ પેસારો કર્યો છે. કાર ઉત્પાદક કંપનીએ બેંગ્લોરમાં સંશોધન અને વિકાસ એકમ સ્થાપ્યું છે. મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ ટ્વિટર પર તેની પુષ્ટિ કરી અને ટેસ્લાના સીઈઓ એલોન મસ્કને અભિનંદન આપ્યા. કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ પણ ટેસ્લાના ભારત આવવાની ઘોષણા કરી છે.

યેદિયુરપ્પાએ ટ્વીટ કર્યુ, 'કર્ણાટક ભારતમાં લીલી ગતિશીલતાનું નેતૃત્વ કરશે. ઇલેકિટ્રક કાર ઉત્પાદક ટેસ્લા જલ્દીથી બેંગલુરુમાં આર એન્ડ ડી યુનિટ સાથે ભારતમાં પોતાનો વ્યવસાય શરૂ કરશે. હું એલન મસ્કને ભારતમાં આવકારું છું અને તેમને શુભેચ્છા પાઠવું છું.' ટેસ્લા ભારતમાં વ્યવસાય શરૂ કરવા માટે ઓછામાં ઓછી પાંચ રાજય સરકારો સાથે સંપર્કમાં છે. ટેસ્લાએ કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં એક કંપનીનું રજીસ્ટ્રેશન કર્યું છે. આ પછી, મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ ટેસ્લાના સીઈઓ એલોન મસ્કને ભારત અને કર્ણાટકમાં આવકાર્યા છે, કંપનીના નોંધણીમાં ત્રણ ડિરેકટરનું નામ છે, જેમાંથી એક ડેવિડ ફીંસ્ટાઇન છે, જે ટેસ્લાના વરિષ્ઠ એકિઝકયુટિવ છે.

કંપની ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને તમિલનાડુની સરકારો સાથે પણ સંપર્કમાં છે. મસ્ક એ ગયા વર્ષે ટ્વિટર પર કહ્યું હતું કે તેમની કંપની ચોક્કસપણે આવતા વર્ષે ભારતીય બજારમાં પ્રવેશ કરશે. માર્ગ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, ટેસ્લા મડલ ૩ ભારતમાં સૌપ્રથમ શરૂ કરવામાં આવશે. આ મોડેલ ૩ ટેસ્લાના સૌથી સસ્તા વાહનોમાંનું એક છે, જેની કિંમત લગભગ ૫.૫ મિલિયન છે. એવું કહેવામાં આવે છે કે તેનું બુકિંગ જાન્યુઆરીના અંત સુધીમાં પણ શરૂ થઈ જશે. ટેસ્લા એવા સમયે ભારતમાં પ્રવેશ કરી રહ્યા છે જયારે વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી દેશમાં ઇલેકિટ્રક વાહનોને પ્રોત્સાહન આપવા પ્રયાસ કરી રહ્યા છે.

(10:01 am IST)
  • ભાજપને હરાવવા ડાબેરી મોરચા તથા કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાની મમતા દીદીની ઓફરનો ફિયાસ્કો : બંને પાર્ટીએ ઓફર નકારી કાઢી : કોંગ્રેસે ગઠબંધન કરવાને બદલે ટીએમસી પાર્ટીનું કોંગ્રેસમાં મર્જર કરી દેવાની સલાહ આપી : ભાજપને એકલા હાથે હરાવી શકવાની ત્રેવડ નહીં હોવાની ભાજપ આગેવાનોની ટકોર access_time 1:30 pm IST

  • દેશમાં કોરોના હાંફ્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસમાં સતત ઘટાડો : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 8537 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1, 05, 04,3 53 થઇ :એક્ટિવ કેસ 2,10,734 થયા: વધુ 9127 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,01,37,584 થયા :વધુ 124 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,51,688 થયો access_time 1:02 am IST

  • ૧૫ જાન્‍યુઆરીથી જ શરૂ થશે નવા સંસદ ભવનનું નિર્માણ કાર્ય : ૨૦૨૨માં ગણતંત્ર દિવસ સમારોહનું આયોજન નવા નિર્માણ પામેલા રાજપથ પર થશે access_time 2:44 pm IST