Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

પરિવારની મરજીથી પરણી યુવતીઃ સુહાગરાતના દિવસે પતિની હરકતથી આંચકો લાગ્યો

ગાઝિયાબાદમાં યુવતી સાથે સાસરિયાઓએ વિશ્વાસઘાત કર્યો હોવાનું સામે આવ્યું છેઃ જયાં લગ્ન પહેલા કોઈ બીજો છોકરો દેખાડીને તેના લગ્ન અન્ય છોકરા સાથે કરાવી દીધા હતા

ગાઝિયાબાદ, તા.૧૩: ફિલ્મ 'કોયલા'માં ગૌરીને (માધુરી દીક્ષિત) લગ્ન કરવા માટે શંકરનો (શાહરુખ ખાન) ફોટો દેખાડવામાં આવે છે. પરંતુ જાન લઈને માંડવે રાજા સાબ (અમરિશ પુરી) પહોંચે છે. આ વાતની જાણ ગૌરીને ફેરા ફરતી વખતે થાય છે. પરંતુ લાચાર ગૌરી કંઈ કરી શકતી નથી. આવી જ ઘટના દિલ્હીની બાજુમાં આવેલા ગાઝિયાબાદમાં બની હતી. જયાં લગ્ન માટે યુવતીને કોઈ બીજો યુવક દેખાડવામાં આવ્યો હતો અને મંડપમાં અન્ય કોઈ યુવક પહોંચી ગયો હતો. યુવક જયારે જાન લઈને આવ્યો તો યુવતીએ તેની સાથે લગ્ન કરવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. જેના કારણે કન્યા-વર પક્ષ વચ્ચે બરાબરની બબાલ થઈ હતી. પરિવારે ગમે તેમ કરીને યુવતીને સમજાવી અને તેના લગ્ન કરાવી દીધા હતા. યુવતી માટે આ આંચકો ઓછો હોય તેમ સુહાગરાતે તેને બીજો આંચકો મળ્યો હતો. યુવક સુહાગરાતે જ પીધેલી હાલતમાં તેની પાસે પહોંચ્યો હતો.

બીજા દિવસે યુવતીએ આ વાત તેની સાસુને જણાવી હતી અને દારુડિયા પતિ સાથે રહેવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. વહુનો પક્ષ લેવાના બદલે સાસુ દીયર સાથે સંબંધ બાંધવા માટે દબાણ કરવા લાગી હતી, જયારે તેણે સાસરું જ છોડી દેવાની વાત કરી તો તેની સાથે મારઝૂડ પણ કરી હતી.

પીડિતાએ જણાવ્યું કે, લગ્ન પહેલા તેને દર્શન નામનો છોકરો દેખાડવામાં આવ્યો હતો. પરંતુ જયારે જાન પહોંચી તો વરરાજો બીજો એટલે કે દર્શનનો મોટો ભાઈ ગૌરવ નીકળ્યો. જેથી, તેણે લગ્ન કરવાનો ઈનકાર કરી દીધો હતો. ત્યાં ઉપસ્થિત લોકોએ તે સમયે યુવતીને સમજાવી હતી અને બાદમાં તે લગ્ન કરવા માટે તૈયાર થઈ હતી. પીડિતાએ કહ્યું કે, સુહાગરાતના દિવસે તે પતિની રાહ જોઈ રહી હતી. થોડા સમય બાદ નશામાં ધૂત ગૌરવ તેની પાસે આવ્યો ત્યારે તેને જાણ થઈ કે તેની સાથે મોટો વિશ્વાસદ્યાત થયો છે. તેને જાણ થઈ કે, દારુ પીવાના કારણે ગૌરવના લગ્ન નહોતા થઈ રહ્યા, તેથી તેના નાના ભાઈ દર્શનને દેખાડવામાં આવ્યો હતો.આ વાત તેણે તેના પિયરમાં જણાવી હતી અને સાસરામાં રહેવાનો ઈનકાર કરી દીધો હતો.

આરોપ છે કે, યુવતીએ જયારે દારુડિયા પતિ સાથે રહેવાની ના પાડી દીધી તો તેની સાસુએ દીયર સાથે સંબંધ બાંધવા માટે દબાણ કર્યું. યુવતીએ જયારે આ વાતનો વિરોધ કર્યો તો સાસુએ તેની સાથે મારઝૂડ કરી. જે બાદ તે ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન પહોંચી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.

(10:00 am IST)
  • તામિલનાડુમાં પોંન્ગલ તહેવાર ઉપર ઉજવાતો જલ્લીકટ્ટુ ઉત્સવ જોવા રાહુલ ગાંધી મદુરાઈ પહોંચ્યા : આખલાને કાબુમાં કરવા માણસ દ્વારા કરાતા પ્રયત્નોનો ખેલ : પ્રાચીન સમયથી ઉજવાઈ રહેલો આ ખેલ જોઈ ખેડૂત આંદોલનને સમર્થન કરશે : સોશિઅલ મીડિયા ઉપર થઇ રહેલી ભારે ટીકા access_time 1:18 pm IST

  • દેશમાં કોરોના હાંફ્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસમાં સતત ઘટાડો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 13,746 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1, 05, ,26,577 થઇ :એક્ટિવ કેસ 2,10,482 થયા: વધુ 13,751 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,01,59,805 થયા :વધુ 159 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,51, 924 થયા access_time 12:17 am IST

  • સાબરકાંઠામાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું કમઠાણ, ઇડરમાં ચાઈનીઝ દોરીથી યુવકનું ગળું કપાયું, યુવકને સારવાર માટે ઇડરની હોસ્પિટલમાં ખસેડાયો access_time 4:37 pm IST