Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

દિવ્યાંગ વિદ્યાર્થિની ઉપર બળાત્કાર ગુજારી આંખો ફોડી નાખી: ક્રૂરતાની ચરમસીમા: બેશુધ્ધ હાલતમાં ફેંકીને નરાધમો ભાગી ગયા

બિહારના મધુબની જિલ્લામાં ક્રૂરતાની ચરમસીમા વળોટી જવાની ઘટના બહાર આવી છે. એક વિકલાંગ યુવતી ઉપર બળાત્કાર ગુજારી તેની બન્ને આંખો ફોડી નાખવામાં આવ્યાની કમકમાટી ભરી ઘટના બહાર આવી છે. આરોપીને ઓળખી શકે નહીં તે માટે આંખો ફોડી નાખી હતી. જી.ના હરલાખી થાણાના એક ગામડામાં બની છે. ગ્રામજનો માને છે કે આ બનાવમાં બીજા લોકો પણ સામેલ છે. પોલીસે એક યુવકને ઝડપી લીધો છે. આ દિવ્યાંગ વિદ્યાર્થીની તેની બકરી માટે પાંદડાં વીણવા માટે કઈ હતી ત્યારે ઘઉંના ખેતરમાં ઉપાડી જઇ તેની સાથે આ ભયાનક વારદાત કરવામાં આવેલ. બેશુધ્ધ હાલતમાં ફેંકીને નરાધમો ભાગી ગયા હતા.

(12:42 am IST)