Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

અમેરિકાએ ક્યુબાને સરકાર સમર્થિત આતંકવાદવાળા દેશની યાદીમાં મૂક્યું : ભાગેડૂઓને છૂપાવવાનો આરોપ પણ લગાવ્યો.

ક્યૂબા પર કોલંબિયન ગોરિલ્લા કમાન્ડરોનું પ્રત્યર્પણ કરવાથી ઈન્કાર કરવાનો અને વેનેજુએલામાં નિકોલસ માદુરોનું સમર્થન કરવાનો પણ આરોપ મુક્યો

નવી દિલ્હી : અમેરિકન વિદેશ મંત્રી માઈક પોમ્પેયોએ ક્યુબાને સરકાર સમર્થિત આતંકવાદવાળા દેશની યાદીમાં નાખવાની સાથે-સાથે અમેરિકાના ભાગેડૂઓને ક્યૂબામાં છૂપાવવાનો આરોપ પણ લગાવ્યો. તે ઉપરાંત ક્યૂબા પર કોલંબિયન ગોરિલ્લા કમાન્ડરોનું પ્રત્યર્પણ કરવાથી ઈન્કાર કરવાનો અને વેનેજુએલામાં નિકોલસ માદુરોનું સમર્થન કરવાનો પણ આરોપ લગાવ્યો. ક્યુબામાં સરકાર સમર્થિત આતંકવાદને લઈને અનેક વર્ષોથી ચર્ચા થતી આવતી રહી છે, પરંતુ ટ્રમ્પ પ્રશાંસને પોતાના કાર્યકાળના અંતિમ દિવસોમાં આના ઉપર નિર્ણય લીધો છે.

ક્યુબાને સરકાર સમર્થિત આતંકવાદના કારણે બ્લેક લિસ્ટમાં પહેલા નાંખી દેવામાં આવ્યો હતો અને તે લિસ્ટમાંથી બહાર નિકાળવા પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની વિદેશ નીતિની ઉપલબ્ધિઓમાં ગણવામાં આવે છે. તે સમયે ઉપરાષ્ટ્રપતિ રહેલા જો બાઈડેને પણ આ કોશિષોનુ સમર્થન કર્યું હતું. 1959માં ફિદેલ કાસ્ત્રોએ દેશનું શાસન પોતાના હાથમાં લીધા પછી અમેરિકા સાથે ક્યૂબાના સંબંધોમાં મજબૂત થયા હતા.

ટ્રમ્પે ઈરાનની જેમ જ ક્યૂબા સાથે પણ અમેરિકાના સંબંધોને ઓબામાના સમયમાં આવેલા પરિવર્તનોને પરત લાવવાની વાત કહી હતી. ટ્રમ્પે ક્યૂબા પ્રતિ કડક વલણ અપનાવ્યો અને કેટલાક પ્રતિબંધો બીજી વખત લગાવી દીધા. આ પ્રતિબંધોને ઓબામા પ્રશાસને હટાવ્યા કે પછી 2015માં ક્યૂબામાં સામાન્ય કૂટનીતિક સંબંધ સારા થયા પછી હટાવવામાં આવ્યા. માદૂરોને સમર્થન આપવા માટે ક્યૂબાની આલોચના કરવાની સાથે જ ટ્રમ્પ પ્રશાસન તેવું પણ માને છે કે, અમેરિકન રાજદ્વારીઓ પર કથિત સોનિક હુમલા પાછળ ક્યૂબાનો હાથ હોઈ શકે છે. 2016ના અંતિમ દિવસોમાં હવાનામાં થયેલા હુમલામાં ડઝન જેટલા અમેરિકન રાજદ્વારીઓને માનસિક બીમારી થઈ હતી.

જોકે, અમેરિકાના ઓછા સહયોગી દેશ ક્યૂબાને હાલમાં પણ આતંરાષ્ટ્રીય આતંકવાદનું સમર્થન કરનાર દેશ માને છે. ક્યૂબાના વિદેશ મંત્રી બ્રૂનો રોડ્રિગ્જે અમેરિકન કાર્યવાહીની નિંદા કરી છે. તેમને ટ્વિટર પર લખ્યું છે, “અમેરિકન રાજકીય તકવાદીને તે લોકો જાણે છે, જે ઈમાનદારીથી આતંકવાદના અભિશાપ અને તેના વિશે ચિંતા કરે છે.”

અમેરિકન સંસદના આંતરાષ્ટ્રીય કેસની કમેટીના પ્રમુખ ગ્રેગરી મીક્સનું કહેવું છે કે, ટ્રમ્પના આ નિર્ણયથી ક્યૂબાના લોકોની કોઈ મદદ કરી શકાશે નહીં અને આ માત્ર બાઈડેન પ્રશાસનના હાથ બાંધવા માટે લેવામાં આવ્યો છે. મીક્સે કહ્યું છે, “રાષ્ટ્રપતિનું કાર્યકાળ ખત્મ થયાના એક સપ્તાહ પહેલા ક્યૂબાને સરકાર સમર્થિત આતંકવાદનો આ દરજ્જો અને પોતે અમેરિકન સંસદ પર ઘરેલૂ આતંકી હુમલા માટે લોકોને ઉશ્કેરવા… તે પાખંડ છે.”

(12:00 am IST)