Gujarati News

Gujarati News

News of Tuesday, 14th January 2020

" એકલ " સે તાલ મિલાકે ઝૂમ : એટલાન્ટામાં એકલ ફાઉન્ડેશનના લાભાર્થે યોજાયેલ ફંડ રાઇઝિંગ પ્રોગ્રામમાં કલાકારો ખીલ્યા

એટલાન્ટા : ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ એ વેરી સક્સેસફુલ મિશન તરીકે જેને બિરદાવેલ છે તે દેશના પછાત અને અંતરિયાળ વિસ્તારોના બાળકોને શિક્ષણ અને સ્વાસ્થ્યની સુવિધા આપવા કાર્યરત એકલ ફાઉન્ડેશનના એટલાન્ટા એકલ વિદ્યાલય ચેપટરના ઉપક્રમે 15 ડિસેમ્બર 2019 ના રોજ ફંડ રાઇઝિંગ પ્રોગ્રામ યોજાઈ ગયો જેમાં કલાકારોએ રજુ કરેલી વિવિધ સાંસ્કૃતિક કૃતિઓથી દર્શકો ઝૂમી ઉઠ્યા હતા.
           આ તકે 7 મા ગ્રેડમાં અભ્યાસ કરતી બાલિકાઓ અનુષ્કા ,એશા ,તથા પ્રજ્ઞાએ પોતાના જન્મદિવસને અનુલક્ષીને 700 ડોલર આપ્યા હતા.
ઉલ્લેખનીય છે કે એકલ ફાઉન્ડેશન દ્વારા યુનાઇટેડ સ્ટેટ્સના 42 ચેપટર્સ સહીત દેશ વિદેશોના ચેપટર્સ દ્વારા ભારતની  1 લાખ જેટલી સ્કૂલોના 27 લાખ જેટલા સ્ટુડન્ટ્સને શિક્ષણ અને સ્વાસ્થ્યની ભેટ અપાઈ રહી છે.

(8:07 pm IST)