Gujarati News

Gujarati News

News of Tuesday, 14th January 2020

શો-મેન રાજ કપૂરના મોટા દિકરી અને અમિતાભ બચ્ચનના વેવાણ રીતુ નંદાનું અવસાનઃ આજે અંતિમ સંસ્કાર

મુંબઈઃ રીષિ કપૂરની બહેન તથા અમિતાભ બચ્ચનના વેવાણ રીતુ નંદાનું સોમવાર (13 જાન્યુઆરી) રાત્રે દિલ્હીમાં નિધન થયું હતું. તેઓ 71 વર્ષના હતાં. રીતુ નંદાના ભાઈ રાજીવ કપૂરે કહ્યું હતું કે તેમની બહેનને લાંબા સમયથી કેન્સર હતું અને તેની સારવાર ચાલતી હતી. સોમવાર રાત્રે 12.30 વાગે તેમનું નિધન થયું હતું. તેઓ દિલ્હીની મેક્સ હોસ્પિટલમાં દાખલ હતાં અને અહીંયા તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં. કપૂર પરિવારમાંથી સૌ પહેલાં રાજીવ કપૂર દિલ્હી ગયો હતો. બાકીના સભ્યો પણ મુંબઈથી દિલ્હી પહોંચી ગયા છે. રીતુ નંદાના અંતિમ સંસ્કાર આજે (14 જાન્યુઆરી)દિલ્હીમાં 1.30 વાગે કરવામાં આવશે.

2013માં કેન્સર થયું હતું
રીતુ નંદાને વર્ષ 2013માં કેન્સર થયું હતું અને તેઓ સારવાર માટે અમેરિકા પણ ગયા હતાં. રીતુએ 1969માં એસ્કોર્ટ ગ્રૂપના ચેરમેન રાજન નંદા સાથે લગ્ન કર્યાં હતાં. વર્ષ 2018માં રાજન નંદાનું નિધન થયું હતું. રીતુ નંદા લાઈફ ઈન્સ્યોરન્સના બિઝનેસ સાથે જોડાયેલા હતાં. તેમણે એક દિવસમાં 17 હજાર પેન્શન પોલિસી વેચવાનો રેકોર્ડ બનાવ્યો હતો, તેમનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યું હતું. રાજન તથા રીતુને દીકરો નિખીલ તથા દીકરી નિતાશા છે. નિખીલ નંદાએ અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા બચ્ચન સાથે લગ્ન કર્યાં છે. નીખિલ-શ્વેતાને દીકરી નવ્યા નવેલી તથા દીકરો અગસ્ત્ય છે.

કપૂર પરિવારે સોશિયલ મીડિયામાં શ્રદ્ધાંજલિ પાઠવી
રીષિ કપૂરની દીકરી તથા રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂરે ઈન્સ્ટાગ્રામમાં રીતુ નંદાની તસવીર શૅર કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. નીતુ સિંહે રીતુ નંદા સાથેની એક તસવીર શૅર કરીને નણંદને શ્રદ્ધાંજલિ આપી હતી. અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં લખ્યું હતું કે અચાનક તેમના વેવાણ તથા શ્વેતાના સાસુ રીતુ નંદાનુ અવસાન થઈ ગયું. તેઓ વધુ કંઈ કહે શકે તેમ નથી. હાલ દિલ્હી જઈ રહ્યાં છે. શાહરુખ ખાનની પત્ની ગૌરી આજે (14 જાન્યુઆરી) રાત્રે પાર્ટી આપવાની હતી પરંતુ દુઃખદ સમાચાર સાંભળ્યા બાદ તેણે પાર્ટી કેન્સલ કરી નાખી છે.

રીતુ નંદા શો-મેન રાજકપૂરના મોટાં દીકરી હતાં
સ્વ. રાજ કપૂર તથા સ્વ. ક્રિષ્ના રાજ કપૂરને ત્રણ દીકરા તથા બે દીકરીઓ છે. સૌથી મોટા દીકરા રણધીર કપૂરનો જન્મ 1947માં થયો હતો. રીતુ નો જન્મ 1948માં થયો હતો. ત્યારબાદ રીષિ કપૂર, રીમા જૈન તથા રાજીવ કપૂરનો જન્મ થયો હતો

(1:33 pm IST)
  • JNU હિંસામાં સંડોવણીઃ ABVPના અક્ષત - રોહિતને પોલીસ સમન્સઃ એબીવીપીએ અક્ષત અને રોહિત તેના સભ્યો હોવાનો ઈન્કાર કર્યો, અક્ષત અવસ્થીએ જેએનયુની સાબરમતી હોસ્ટેલની શેરીમાં ટોળા દ્વારા વાહનો અને ફર્નીચરની કરાયેલી તોડફોડની વિસ્તૃત વિગતો આપી : અક્ષત અને રોહિતે જેએનયુમાં વિદ્યાર્થીઓ પર હુમલામાં પોતાની ભુમિકા સ્વીકારી લીધી હોવા છતાં પોલીસે હજુ સુધી તેમની કોઈ ધરપકડ કરી નથી : અક્ષત અવસ્થી પોલીસ સ્ટેશને જશે પરંતુ તપાસમાં જોડાશે નહિં : સૂત્રો, દિલ્હી પોલીસે કેસની તપાસ માટે કબૂલાતની ટેપ્સ માટે ઈન્ડિયા ટુડે ટીવીને કહ્યુ access_time 12:42 am IST

  • અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી વિદ્યાર્થીઓના છાત્રાલયો માં પ્રવેશ કરવા માટે યુપી પોલીસ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવા નું નક્કી કર્યું છે. પોલીસે યુનિવર્સિટીમાં પ્રવેશ કરીને તેમને અપાયેલા આદેશનું ઉલ્લંઘન કર્યું છે : અલીગઢ મુસ્લિમ યુનિ.ના વા.ચાન્સેલરની જાહેરાત access_time 10:12 pm IST

  • અમને આશા છે કે બેઠકમાં સન્માન જનક હિસ્સો મળશે અને કોંગ્રેસ સાથે જોડાણ કરીશું: બિહાર આરજેડી નેતા તેજસ્વી યાદવ access_time 10:12 pm IST