Gujarati News

Gujarati News

News of Tuesday, 14th January 2020

દિલ્હીમાં કોંગ્રેસને વધુ એક ઝટકો : પૂર્વ સાંસદના પુત્ર વિનય મિશ્રા આપમાં જોડાયા

બદપરપુરના રામસિંહ, ગાંધીનગરના જીતુ ચૌધરી પણ કેજરીવાલની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા

 

નવી દિલ્હી : દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા સોમવારે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો હતો. પાર્ટીના પૂર્વ સાંસદ મહાબાલ મિશ્રાનો પુત્ર વિનય મિશ્રા આમ આદમી પાર્ટીમાં જોડાયો છે. આ ઉપરાંત દિલ્હીના બદપરપુરના રામસિંહ, ગાંધીનગરના જીતુ ચૌધરી પણ કેજરીવાલની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

   મટિહમલથી પાંચ વખત ધારાસભ્ય રહી ચૂકેલા કોંગ્રેસના શોએબ ઇકબાલ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. તેમના પુત્ર અને કોંગ્રેસના કાઉન્સિલર આલે ઇકબાલે પણ આપમાંથી ઉમેદવારી નોંધાવી છે. મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની હાજરીમાં, શોએબ ઇકબાલ અને તેમની આખી ટીમે સાથે મળીને 'આપ' માંછી ઉમેદવારી નોંધાવી હતી.

આ સાથે જ દિલ્હી યુથ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ જગદીશ યાદવ પણ પાર્ટી છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આમ કહી શકાય કે કોંગ્રેસને દિલ્હી વિધાનસભા 2020ની ચૂંટણી પહેલા કેજરીવાલ ઝટકે પે ઝટકા આપી રહ્યા છે.

(12:46 am IST)
  • સેરેના જીતી ઓકલેન્ડ કલાસીકની ફાઇનલ મેચ : પ્રાઈઝ મની ઓસ્ટ્રેલિયાની આગમાં અસરગ્રસ્તો માટે દાન કરી access_time 3:36 pm IST

  • ભુજના બેન્ટોનાઈટ કંપનીના ડાયરેક્ટરને આરટીઆઇ દ્વારા પરેશાન કરી 3 લાખની માંગણી કરનાર યુવા આગેવાન મયુર મહેશ્વરી (રે.ટૂંડા.તા.માંડવી)ને જ્યુબિલી સર્કલ પાસે આવેલ પાંઉભાજીની રેસ્ટોરન્ટ ખાતે ૩ લાખની રકમ પૈકી ૫૦ હજાર રૂપિયા રોકડા લેતા ભુજ બી ડિવિઝન પોલીસે રંગે હાથ પકડ્યો છે access_time 11:04 pm IST

  • કેરલમાંથી બે ત્રાસવાદી ઝડપાયા : કર્ણાટકના ગૃહમંત્રી બાસવરાજા બોમાઈએ હમણાં જ જાહેર કર્યું છે કે કેરળમાં થી 2 શંકાસ્પદ ત્રાસવાદીઓ ઝડપાયા છે. તેમણે કહ્યું કે આ બંનેને ઉડુપી રેલવે સ્ટેશન થી પકડી લેવામાં આવ્યા છે. વિગતો મેળવવા રહી છે access_time 8:00 pm IST