Gujarati News

Gujarati News

News of Sunday, 14th January 2018

કચ્છના લોરિયા નજીક કાર અને બસ વચ્ચે ભયંકર અકસ્માતમાં 9ના મોત : 5થી વધુ લોકોને ગંભીર ઇજા

ભુજથી ખાવડા તરફ જતાં માર્ગ પર લોરિયા ચેકપોસ્ટ પાસે અકસ્માત સર્જાયો :મોટાભાગના ટુરિસ્ટો હતા

ભુજ :કચ્છના લોરિયા નજીક હાઇવે પર કાર અને બસ વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે જેમાં ઘટના સ્થળે 9 લોકોનાં મોત નિપજ્યા હોવાનું જાણવા મળે છે જ્યારે 5 થી વધુ લોકોને ગંભીર ઇજા થઇ હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. 
 
જાણવા મળતી વિગતો મુજબ ભુજથી ખાવડા તરફ જતાં માર્ગ પર લોરિયા ચેકપોસ્ટ પાસે કાર અને બસ વચ્ચે થયેલા અકસ્માતમાં 9 લોકોનાં મોત થયા છે. કારમાં સવાર  લોકો બહારના ટુરિસ્ટ હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે. ઘાયલ થયેલા લોકોને જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા છે.

 

(9:18 pm IST)