Gujarati News

Gujarati News

News of Sunday, 14th January 2018

પીએમ મોદીનું ગળે લગાડવું માત્ર હગપ્લોમેસી : નેતન્યાહૂને ગળે લગાડવા મામલે કોંગ્રેસે ઉડાવી મજાક

કોંગ્રેસે પોતાના ટ્વિટર હેન્ડલથી એક વીડિયો મુક્યો :વિશ્વના વિવિધ નેતાઓસ સાથેના હગ બતાવાયા

નવી દિલ્હી : ઇઝરાયલના પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહૂ ભારત આવી પહોંચતા પ્રધાનમંત્રીએ પ્રોટોકોલ તોડીને એમનું સ્વાગત કર્યું.આ દરમિયાન પીએમએ નેતન્યાહૂને ગળે લગાવ્યા હતા ત્યારે કોંગ્રેસે તેને પીએમ મોદીની હગપ્લોમેસી કરાર આપતાં મજાક ઉડાવી હતી. કોંગ્રેસે પોતાના ટ્વિટર હેન્ડલથી એક વીડિયો ટ્વિટ કરીને કહ્યું હતું કે 'વિશ્વ નેતાઓનું પીએમ મોદીનું ગળે લગાડવું માત્ર હગપ્લોમેસી છે.'

  આ વીડિયોમાં એમિરાકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપને ગળે લગાડીને તો બીજી બાજુ ટાઇટેનિક ફિલ્મના હીરો-હીરોઇનની જેમ ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિ  હોલાંદેને ગળે લગાડીને મોદી સાથે સરખામણી કરવામાં આવી. તો બીજી બાજુ જાપાનના પીએમ શિંજો આબેએ ગલે મળવાના લઇને કોંગ્રેસએ 'નેવર લેટ યૂ ગો' હગ કરાર આપ્યો હતો. 

  અત્રે ઉલ્લેખનીય છે કે પીએમ મોદી જ્યારે પણ કોઇ નેતાને મળે છે ત્યારે તેમનું સ્વાગત ગળે લગાડીને કરે છે. મોદીના નેતાઓનું ગળે  લાગવાનું ત્યારે ચર્ચામાં આવ્યું છે જ્યારે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામને એમને ગળે લગાવડાવ્યા. એ દરમિયાન પૂરા વિશ્વમાં બંને નેતાઓ ચર્ચામાં હતા.

(8:57 pm IST)