Gujarati News

Gujarati News

News of Sunday, 14th January 2018

નરેન્દ્રભાઈ મોદી માટે ઇઝરાયલથી નેતન્યાહૂ લાવ્યા અનોખી ભેટ

મોદીને ખારા પાણીને મીઠું બનાવતી એક ગલ જીપની વિશેષ ભેટ આપશે

નવી દિલ્હી ;વડાપ્રધાન નરેદ્રભાઈ મોદી માટે ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂ એક વિશેષ ભેટ લાવ્યા છે ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂ અને તેમના પત્ની છ દિવસ માટે ભારતના પ્રવાસે આવ્યા છે પીએમ મોદી તમામ પ્રોટોકોલ બાજુએ મુકી બેન્જામિન નેતન્યાહૂને આવકારવા એરપોર્ટ પહોંચ્યા હતા પોતાની પહેલી ભારત મુલાકાતમાં તેઓ પીએમ નરેન્દ્ર મોદી માટે એક વિશેષ ભેટ લાવ્યા છે. આ એક ગલ મોબાઇલ જીપ છે, જે ખારા પાણીને પણ મીઠુ કરી દે છે

   અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પીએમ મોદી ઇઝરાયલની મુલાકાત દરમિયાન પીએમ નેતન્યાહૂ સાથે આ જ જીપમાં બેસી ભૂમધ્ય સાગરના તટ પર ફર્યા હતા. તેમણે આ જીપથી ખારુ પાણી કઇ રીતે પીવા લાયક બને છે એ પણ જોયું હતું. પીએમ મોદી આ જીપથી ખૂબ પ્રભાવિત થયા હતા.

   બેન્જામિન નેતન્યાહૂ આવી જ એક જીપ તેમની સાથે લઇને આવ્યા છે, જે તેઓ પીએમ મોદીને ભેટ તરીકે આપશે. ગલ મોબાઇલ જીપ એક વોટર પ્યોરિફિકેશન વ્હીકલ છે, જે સમુદ્રના ખારા પાણીને પણ મીઠુ કરી પીવા યોગ્ય બનાવી શકે છે. આ પ્રકારનું પાણી પ્રાકૃતિક આપત્તિ, ભૂકંપ અને યુદ્ધ સમયે તાત્કાલિક ઉપયોગમાં લઇ શકાય છે. આ સિવાય ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં પીવાના પાણીની અછત હોય, ત્યાં પણ આ પ્રકારના પાણીનો ઉપયોગ કરી શકાય છે

 પીટીઆઇના એહવાલો અનુસાર, આ જીપની કિંમત લગભગ 3.9 લાખ શેકેલ એટલે કે 70 લાખ રૂપિયા છે. આ જીપ એક દિવસમાં સમુદ્રના 20,000 લીટર પાણીને પીવા યોગ્ય બનાવી શકે છે.

(9:48 pm IST)